નશાનો કાળો કારોબાર:બાવામાનપુરામાં રસોડામાં સ્ટીલના ડબામાં છુપાવેલો ચરસનો જથ્થો મળ્યો, 55 ગ્રામ ચરસ જપ્ત

નશાનો કાળો કારોબારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે 11 હજારની કિંમતના ચરસ સાથે આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે 11 હજારની કિંમતના ચરસ સાથે આરોપીની ધરપકડ કરી
  • અમદાવાદ ખાતેથી ચરસ લાવીને શહેરમાં વેચતો ફૈઝલ ખાન ઝડપાયો
  • અમદાવાદના કાલુ મહારાજ નામના શખ્સે ચરસ આપ્યું હોવાની આરોપી ફૈજલખાનની કબૂલાત
  • -SOG પોલીસે કાલુ મહારાજને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી

શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ પર વારંવાર દરોડા પડે છે છતાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર પુરઝડપે ચાલી રહ્યો છે. તાજેતરમાં પાણીગેટમાંથી ગાંજા સાથે દંપતી ઝડપાયા પછી શહેર એસઓજી પોલીસે શનિવારે સાંજે પાણીગેટ બાવામાનપુરામાં રહેતા શખ્સના ઘરે દરોડો પાડી 55 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી લીધો હતો. તેણે અમદાવાદના કાલુ મહારાજ નામના શખ્સ પાસેથી ચરસ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. શહેર એસઓજી પોલીસના પીઆઈ એબી આલ તથા એમઆર સોલંકી અને પીએસઆઇ એબી મિશ્રાને બાતમી મળી હતી કે, બાવામાનપુરામાં મસ્જિદ સામે આવેલી ગલીમાં રહેતો ફૈઝલખાન હૈદરખાન પઠાણ તેના ઘરે ચરસનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે. જેથી પોલીસે શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે ફૈઝલખાન ઘરમાં મળી આવ્યો હતો. પોલીસે તેના મકાનમાં તપાસ કરતાં રસોડાના ભાગમાં જમણી તરફ બનાવાયેલા 3 ખાનામાં સામાનની વચ્ચે સ્ટીલનો ડબ્બો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં નાની સાઈઝના ચરસના ટુકડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ફૈઝલખાન પાસેથી 55 ગ્રામ ચરસ (કિંમત 11 હજાર) જપ્ત કર્યો હતો. તેની પૂછપરછ કરાતાં 5 દિવસ પહેલાં તે અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં રહેતા કાલુ મહારાજ નામના શખ્સ પાસેથી ચરસ લાવ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે કાલુ મહારાજને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી.

ફૈઝલ ખાન સામે પોલીસમાં ઘણા ગુના નોંધાયા છે
પોલીસે જણાવ્યું હતું કે, ચરસ સાથે ઝડપાયેલો ફેઝલખાન અગાઉ રાયોટિંગ, મારામારી તથા પ્રોહિબિશનના 3 ગુના અને 2018માં આર્મ્સ એક્ટ મુજબ હથિયાર રાખવાના ગુનામાં પકડાયો છે. ઘણા સમયથી તે ચરસનો જથ્થો લાવી તેની પડીકી બનાવીને વેચતો હોવાનું બહાર આવ્યું હતું.

5 દિવસ પહેલા અમદાવાદના કાલુ મહારાજ પાસેથી ચરસ લાવ્યો હોવાની આરોપીની કબૂલાત
વડોદરા શહેર SOG પોલીસને બાતમી મળી હતી કે, પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરાની મસ્જિદ સામેની ગલીમાં રહેતો ફૈજલખાન હૈદરખાન પઠાણ તેના ઘરે ચરસનો જથ્થો રાખીને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરે છે, જેને આધારે SOGએ શનિવારે સાંજે તેના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે ફૈજલખાન ઘરમાંથી ઝડપાઇ ગયો હતો. પોલીસે તેના મકાનમાં તપાસ કરતા સ્ટીલનો ડબ્બો મળી આવ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં નાની સાઈઝના ચરસના ટુકડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ફૈજલખાન પાસેથી 55 ગ્રામ ચરસ(કિંમત 11 હજાર) જપ્ત કર્યો હતો અને તેની પૂછપરછ કરતા 5 દિવસ પહેલા તે અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં રહેતા કાલુ મહારાજ નામના શખ્સ પાસેથી ચરસનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાલુ મહારાજને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરી છે.

નશીલા પદાર્થોને રોકવા એન્ટી ડ્રગ્સ યુનિટ કાર્યરત કરાયું
નશીલા પદાર્થોના સેવન અને કારોબાર રોકવા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી મિશન ક્લીન વડોદરા શરૂ કરાયું છે. એમએસ યુનિવર્સિટી અને એજ્યુકેશન સંસ્થાઓ તથા રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ ડેપો વિસ્તારમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને સેવનને રોકવા માટે એન્ટી નાર્કોટિકસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જુના સયાજીગંજ પોલીસ સ્ટેશનની ઇમારતમાં એન્ટી નાર્કોટિકસ યુનિટનો પ્રારંભ કરાયો હતો.

પોણા બે વર્ષમાં નશીલા પદાર્થના 19 કેસ નોંધાયા
પોલીસે ગયા વર્ષે એનડીપીએસના 14 ગુના નોંધ્યા હતા. જ્યારે આ વર્ષે સમા પોલીસ દ્વારા એક શખ્સને તથા રાવપુરા પોલીસ દ્વારા પણ એક શખ્સને નશીલા પદાર્થ સાથે પકડ્યા બાદ એસઓજી પોલીસે 470 ગ્રામના મેથેમ્ફેટમાઈન સાથે બેને ઝડપી લીધા હતા. 3 દિવસ પહેલા પાણીગેટ પોલીસે ગાંજાે વેચતા દંપતીને ઝડપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...