હાઇ પ્રોફાઇલ રેપ કેસ:આરોપી CA અશોક જૈનના જામીન વડોદરા સેશન્સ કોર્ટે મંજૂર કર્યાં, છેલ્લા 40 દિવસથી જેલમાં બંધ હતો

વડોદરા12 દિવસ પહેલા
દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન અને દુષ્કર્મ પીડિતા
  • એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
  • પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને CA અશોક જૈન સામે ફરિયાદ કરી હતી

વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી અશોક જૈનના જામીન વડોદરા સેશન્સ કોર્ટે મંજૂર કર્યાં છે. હરિયાણાની યુવતી પર થયેલા દુષ્કર્મના કેસમાં આરોપી અશોક જૈન છેલ્લા 40 દિવસથી જેલમાં હતો. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ સીએ અશોક જૈનના જામીન મંજૂર કર્યાં છે.

પાલિતાણાથી અશોક જૈન પકડાયો હતો
દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટની જૂનાગઢ પોલીસની મદદથી જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. જ્યારે એસઆઇટીએ અશોક જૈનને પાલિતાણાથી દબોચ્યો હતો તથા સમગ્ર મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીને હરિયાણાથી પકડી પાડવામાં આવ્યો હતો.તમામ આરોપીઓના પોલીસે અલગ-અલગ સમયે રિમાન્ડ માગીને પૂછપરછ હાથ ધરી હતી અને રિમાન્ડ પૂરા થતાં તમામને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને CA અશોક જૈન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને CA અશોક જૈન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી

કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ અશોક જૈનના જામીન મંજૂર કર્યાં
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા તેમજ શંકાસ્પદ ભૂમિકા ભજવનાર પૈકી અશોક જૈને પ્રથમ તેમની જામીન અરજી મૂકી હતી. જે અંગે આજ રોજ જામીન અરજીની વડોદરા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વડોદરા સેશન્સ કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ સીએ અશોક જૈનના જામીન મંજૂર કર્યાં છે.

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યાં હતા
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

આરોપીએ જ યુવતીને ફ્લેટ ભાડેથી આપ્યો હતો
વડોદરાના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી યુવતી શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને તેણે 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસમાં અશોક જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા, વડોદરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ (રહે, અલકાપુરી) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેનો એલએલબીનો પહેલા વર્ષનો અભ્યાસ પુરો થયા બાદ લાયઝનીંગની ટ્રેનીગં લેવા માટે તે રેસકોર્સ ચકલી સર્કલ પાસે મેન લેન્ડ ચાઇના બિલ્ડીંગમાં આવેલી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેકટનું છેલ્લા 5 માસથી કામ કરે છે. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ આપેલો છે.

મિટીંગ માટે યુવતીને ગેસ્ટ હાઉસમાં લઇ ગયા
વડોદરાના આજવા રોડ પર સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મીટિંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન સાથે ચાલતી હતી. એક માસ પહેલાં અશોક જૈન તેના ફ્લેટ નીચે આવી ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની હોવાનું જણાવી તેમની મર્સિડીઝમાં બેસાડી વાસણા રોડ પર હેલીગ્રીનમાં સાતમા માળે ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા, જયાં રાજુ ભટ્ટ પહેલેથી બેઠેલો હતો. તેમની સાથે તેમણે મીટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવાની છે એની ચર્ચા થઇ હતી. એ સમયે અશોક જૈન રસોડામાં જઇને તેમના બે માટે પ્લાસ્ટિકના ગ્લાસમાં પેપ્સી લઇને આવ્યા હતા, જે તેણે ચાલુ મીટિંગમાં પીધી હતી, ત્યાર બાદ રાજુ ભટ્ટ નીકળી ગયો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટની જૂનાગઢ પોલીસની મદદથી જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટની જૂનાગઢ પોલીસની મદદથી જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે યુવતી પર દુષ્કર્મ આચર્યુ
પેપ્સી પીધા બાદ યુવતીનું માથુ ભારે લાગ્યું હતું અને અશોક જૈને કપડાં ઉતારી અડપલા કર્યાં હતા અને યુવતીના કપડાં પણ ઉતારવા લાગ્યા હતા. જેથી યુવતી ભાગી હતી ત્યારે અશોકે કપડા પહેરી લે તેમ કહી આજ પછી નહીં કરું તેમ જણાવી તેને ગાડીમાં બેસાડીને ફ્લેટમાં મૂકી ગયા હતા. ત્યારબાદ અશોક જૈને સહારાની ડીલ માટે યુવતીને ઓફિસમાં બોલાવી હતી તેમ કહી લાલચ આપી હતી. બે ત્રણ દિવસ પછી અશોક જૈન ફરી યુવતીના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરૂમમાં લઇ ગયો હતો અને માર મારી કપડાં ફાડી નાખી દુષ્કર્મ કર્યું હતું અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને પણ ખુશ કરવા જણાવ્યું હતું.

પાવાગઢના ટ્રસ્ટીએ પણ દુષ્કર્મ આચર્યુ
ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા અને યુવતીને ધક્કો મારી ટીવી ફેંક્યુ હતું અને બેડરૂમમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી કે રેકોર્ડિગ કર્યું છે તે વાઇરલ કરીને બદનામ કરી દઇશ. યુવતીના ન્યુડ ફોટા પણ યુવતીના મિત્રને મોકલી વાઇરલ કર્યાં હતા. પોલીસે સીએ અશોક જૈન અને પાવાગઢ મંદીરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ ગુનો નોંધી તપાસ આદરી હતી. યુવતીએ પોલીસ સમક્ષ આરોપોની વણઝાર લગાવી હતી કે, તેણે તેના ઘેર જઇ તપાસ કરતાં એસીના પ્લગની બાજુમાં સ્પાય કેમેરો લગાવેલો જોવા મળ્યો હતો, જે તેણે કાઢી નાખ્યો હતો.

યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો
યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો

CA અશોક જૈન બીજા ઇન્વેસ્ટરને પણ ખુશ કરવા કહેતો હતો
યુવતીએ આરોપ લગાવ્યો હતો કે અશોક જૈને મારો બીજો ઇન્વેસ્ટર છે તેને ખુશ કરો તેમ કહી તેણે અને રાજુ ભટ્ટે કરેલા દુષ્કર્મના ફોટા હોવાનું જણાવી વાયરલ કરવા ધમકી આપી હતી અને ગાડીમાં બેસાડી અકોટા સ્કાય ડાઇ્ન રેસ્ટોરન્ટમાં લઇ જઇ તને ટ્રેલર બતાવું છું તેમ કહી યુવતીના મિત્ર અલ્પેશ વાધવાનીને ન્યુડ ફોટા વાયરલ કર્યા હતા. જયાં યુવતીએ પોલીસ ફરિયાદ કરીશ તેમ કહેતા અશોકે તેને લાફો મારી લેપટોપ પણ મારતા ઇજા થઇ હતી.

મામલો રફેદફે કરવા CEOની પોસ્ટની લાલચ આપી
અશોક જૈને તેને જણાવ્યું હતું કે જે થયું છે તે વાત રફા દફા કર, સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કંઇ પણ ફાયદો થશે તેમાં 50 ટકા આપીશ અને રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરીને સીઇઓની પોસ્ટ આપીશ. દુષ્કર્મ બાદ રાજુએ તેને ન્યૂડ ફોટા મોકલ્યા હતા. તેણે અશોક ને આ વાત કરતાં તે ફોન તોડી નવો લઇ આપ્યો હતો.

CA અશોક જૈન બીજા ઇન્વેસ્ટરને પણ ખુશ કરવા કહેતો હતો
CA અશોક જૈન બીજા ઇન્વેસ્ટરને પણ ખુશ કરવા કહેતો હતો

ફોટા વાઇરલ કર્યા એ ભૂલ, લેવડ દેવડ કરીને પૂરું કર
પીડિતા 15 સપ્ટેમ્બરે થોડો ઘણો સામાન પેક કરી દિલ્હી ખાતે ટ્રેનમાં જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં યુવતી પર અશોક જૈને ફોન કરી તું ત્યાંથી સામાન લઈને જતી રહેલી છે તેમ પૂછતાં યુવતીએ થોડો સામાન પડ્યો છે, એમ જણાવ્યું હતું. ત્યાર બાદ યુવતી દિલ્હી ગઇ ત્યારે ફરીથી અશોક જૈને ફોન કરી જણાવ્યું હતું કે મે તારા મિત્રને ફોટાઓ વાઇરલ કર્યા છે એ ભૂલ થઈ ગઈ છે અને જે કંઈપણ હોય એ લેવડ-દેવડ કરી પૂરું કર, એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...