તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરામાં બેંકમાં એકાઉન્ટન્ટની નોકરી અપાવવાની લાલચ આપીને યુવાન પાસેથી પુરાવા લઇને ભેજાબાજે એક્ટિવા ખરીદી લીધી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી નીતિન ઢોમસે - Divya Bhaskar
આરોપી નીતિન ઢોમસે
  • ફાઇનાન્સ કંપનીમાંથી એક્ટિવાની લોનનો હપ્તો ભરવા માટેનો ફોન આવતા યુવાન ચોંકી ઉઠ્યો
  • સમગ્ર મામલે તપાસ કરાવતા ભેજાબાજનો ભાંડો ફૂટ્યો, યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ

વડોદરામાં બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી અપાવવાની લાલચ આપીને ભેજાબાજે ફરિયાદી પાસેથી પુરાવા મેળવીને તેમની જાણ બહાર એક્ટિવા ખરીદી લીધી હતી અને લોનના હપ્તા ન ચુકવીને છેતરપિંડી કરી હતી. આ મામલે મકરપુરા પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ફરીયાદના આધારે ભેજાબાજની ધરપકડ કરી છે.

મારી ઓળખાણ છે તને બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી અપાવીશ કહીને છેતરપિંડી કરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના આશરે ફ્લેટ ખાતે રહેતા નિશાંત પટેલ બીકોમમાં અભ્યાસ કરે છે, તેમનો પરિચય નીતિન ઢોમસે(રહે, અવિરાજ કોમ્પ્લેક્સ, મહાજનની ગલી, રાવપુરા) સાથે થયો હતો. આ અરસામાં તેણે નિશાંત પટેલને જણાવ્યું હતું કે, મારી ઓળખાણ છે, હું તને બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી અપાવી દઇશ, તારે પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના પુરાવા આપવા પડશે, જેથી તેને પુરાવા આપ્યા હતા અને રેસકોર્સ ખાતે આવેલા કરૂર વૈશ્ય બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું, ત્યારબાદ ફાઇનાન્સ કંપનીમાંથી ફોન આવ્યો હતો કે, તમારો એક્ટિવાનો હપ્તો ક્યારે ભરશો, લોન લીધી ન હોવા છતાં હપ્તો ભરવાની વાત સાંભળીને નિશાંત ચોંકી ઉઠ્યો હતો. આ મામલે તપાસ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસ અને એક્ટિવા સાથે આરોપી નીતિન ઢોમસે
પોલીસ અને એક્ટિવા સાથે આરોપી નીતિન ઢોમસે

પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી
નિશાંત પટેલ તુરંત જ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને નીતિન ઢોમસે વિરૂદ્ધ છેતરપિંડની ફરિયાદ નોંધાવી હતી. નિશાંતની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે નીતિન વિરૂદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

કોરોના મહામારીમાં છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા
વડોદરા શહેરમાં કોરોના મહામારી દરમિયાન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજેરોજ છેતરપિંડીના 1થી 2 કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે ગુરૂવારે જ કેનેડા જવા માંગતા 3 ઇચ્છુકો પાસેથી નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને રૂપિયા 7 લાખ પડાવ્યા હતા. છેતરપિંડી આચરનાર સુરતના ભેજાબાજ વિરૂદ્ધ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...