• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Alpu Wandered In 5 States Including Punjab And Madhya Pradesh To Escape Sindhi Police Arrest, Finally Caught From Gurgaon, Haryana

હાઇ પ્રોફાઇલ રેપ કેસ:આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી બચવા પંજાબ અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ભટકતો રહ્યો, છેવટે હરિયાણાના ગુરૂગ્રામથી પકડાયો

વડોદરા11 દિવસ પહેલા
  • અગાઉ આરોપી અલ્પુ સિંધી દિલ્હીમાં છૂપાયો હતો તેવી માહિતી પોલીસને મળી હતી
  • અલ્પુ સિંધી દિલ્હીથી ગુરૂગ્રામ ગયા બાદ પોલીસે તેને દબોચી લીધો હતો

વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી અલ્પુ સિંધીને ક્રાઇમ બ્રાંચે હરિયાણા ગુરૂગ્રામથી ઝડપી પાડ્યો હતો. અલ્પુ સિંધી પોલીસ પકડથી બચવા માટે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં તે ભટકતો રહ્યો હતો. તે દિલ્હીમાં પણ છૂપાયો હતો તેવી માહિતી પોલીસને મળી હતી. દિલ્હીથી ગુરૂગ્રામ ગયા બાદ પોલીસે તેને દબોચી લીધો હતો.

પોલીસથી બચવા અલ્પુ સિંધી સતત ભાગતો રહ્યો
SITના એસીપી ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, અલ્પુ સિંધી વડોદરાથી અમદાવાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, અમૃતસર, ચંદીગઢ, દિલ્હી અને ગુરૂગ્રામ પહોંચ્યો હતો. ત્યાંથી વડોદરા ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઇ ગયો હતો.

દિલ્હીથી ગુરૂગ્રામ ગયા બાદ પોલીસે અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.
દિલ્હીથી ગુરૂગ્રામ ગયા બાદ પોલીસે અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.

અલ્પુ સિંધીનું નામ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ઼ હતું કે, અશોક જૈને મારા મિત્ર અલ્પેશ વાઘવાણીના મોબાઇલ પર મારા ન્યૂડ ફોટો મોકલીને વાયરલ કર્યાં હતા. મિત્ર અલ્પેશે ફોટા જોઇ તેના ઘરે જઇ આ શું છે, કયારે થયું અને કેવી રીતે થયું તેવુ પૂછી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં અલ્પેશ વાઘવાણી જ નામચીન બુટલેગર અલ્પુ સિંધી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં યુવતીએ પોલીસ ફરિયાદમાં એમ કહ્યું છે કે ફરિયાદ કરવા વારસિયા રિંગ રોડ પર રહેતા તેના ઓળખીતા કમલેશ વિનોદ ડાવર સાથે આવી છે અને આ ફરિયાદ તેણે મને હિન્દીમાં અનુવાદ કરી સમજાવી છે. આ કમલેશ ડાવર પણ કુખ્યાત બુટલેગર પપ્પુ ડાવર છે. જેની સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.

અગાઉ આરોપી અલ્પુ સિંધી દિલ્હીમાં છૂપાયો હતો તેવી માહિતી પોલીસને મળી હતી
અગાઉ આરોપી અલ્પુ સિંધી દિલ્હીમાં છૂપાયો હતો તેવી માહિતી પોલીસને મળી હતી

અશોક જૈને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો
આ પહેલા આરોપી સીએ અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી બુટલેગર અલ્પુ સિંધી તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આરોપી સીએ અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી તથા ડીજીપીને પત્ર લખી બુટલેગર અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો
આરોપી સીએ અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી તથા ડીજીપીને પત્ર લખી બુટલેગર અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો

અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો આરોપીનો આક્ષેપ
સીએ અશોક જૈને આરોપ લગાવ્યો હતો કે યુવતીએ તેમને ફોન કરી તેના બોયફ્રેન્ડ અલ્પુ સિંધીએ તેને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેના વાળ પકડી માથુ પછાડયું હોવાનું જણાવી ટીવી તોડયું હોવાનું જણાવ્યું હતું. યુવતીએ તેમને જણાવ્યું હતું કે અલ્પુ સિંધી ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે અને અલ્પુ સિંધી પાસે તેના ન્યુડ ફોટા અને વીડિયો છે અને તેને બ્લેકમેઇલ કરે છે. આમ અલ્પુ સામે થયેલા આક્ષેપો બાબતે પણ તપાસ થશે તેમ મનાઇ રહ્યું છે.

અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો આરોપી અશોક જૈને આક્ષેપ કર્યો હતો
અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો આરોપી અશોક જૈને આક્ષેપ કર્યો હતો

અલ્પુએ 6 વ્યક્તિનું લિસ્ટ મોકલ્યાનો આરોપ
સમગ્ર બનાવમાનામચીન બુટલેગર અલ્પુ સિંધીનું નામ બહાર આવતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આરોપી સીએ અશોક જૈને ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, બૂટલેગર અલ્પુ સિંધીએ તેમને 6 મોબાઇલ નંબર અને નામ સાથેનું એક લિસ્ટ મોકલ્યું હતું, જેમાં તેમના પુત્રનું પણ નામ લખેલું હતું અને જણાવ્યું હતું કે, આટલા લોકો પર ફરિયાદ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...