તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Absconding After Removing Cement Bricks From Toilet Window Under Pretext Of Urination In Vadodara, Arrested In CCTV Of Police Station

પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર:વડોદરામાં લઘુશંકાના બહાને ટોયલેટની બારીની સિમેન્ટની ઇંટો કાઢીને આરોપી ફરાર, પોલીસ સ્ટેશનના CCTVમાં કેદ

વડોદરા20 દિવસ પહેલા
આરોપી મંગળવારે સાંજે 5 વાગે ટોયલેટની બારીની ઇંટો કાઢી ફરાર થયો
  • પાણીગેટ પોલીસે કસ્ટડીમાંથી ફરાર થયેલા ગુનેગારને શોધવાની દિશામાં તપાસ શરૂ કરી

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઘુશંકાના બહાને ટોયલેટમાં ગયેલો આરોપી મંગળવારે સાંજે 5 વાગે ટોયલેટની બારીની ઇંટો કાઢી ફરાર થયો હતો. આરોપી પોલીસ સ્ટેશનના CCTVમાં કેદ થઇ ગયો હતો. દાગીના ધોઇ આપવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ત્રિપુટી પૈકી એક આરોપીને પોલીસે પકડ્યો હતો. જોકે, ગણતરીના કલાકોમાં જ આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સાવાલો ઉભા થયા છે.

ટોયલેટની બારીની સિમેન્ટની ઇંટો કાઢીને આરોપી ફરાર
વાઘોડિયા રોડ પર દાગીના ધોવાને બહાને મહિલાની બંગડીઓ ઉતારી ત્રિપુટી ફરાર થઈ હતી. જેમાં પાણીગેટ પોલીસે મૂળ બિહારના દુર્ગેશકુમાર કિશનપ્રસાદ ગુપ્તાને 7 જુલાઇએ ઝડપી લીધો હતો. તેનો કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કર્યો હતો. તે પછી તેનો કોરોના નેગેટિવ આવતાં મંગળવારે ધરપકડ સહિતની કાર્યવાહી કરી લોકઅપમાં રખાયો હતો. સાંજે 5 વાગે દુર્ગેશે લઘુશંકાનું બહાનું કાઢતાં તેને ટોયલેટમાં લઇ ગયા હતા. જ્યાં બારીની સિમેન્ટની ઇંટો કાઢી તે ફરાર થયો હતો.

ગણતરીના કલાકોમાં જ આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સાવાલો ઉભા થયા
ગણતરીના કલાકોમાં જ આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સાવાલો ઉભા થયા

પોલીસકર્મીઓને શંકા જતા બાથરૂમનો દરવાજો ખખડાવ્યો
ઘણો સમય વિત્યા બાદ પોલીસકર્મીઓને શંકા જતા બાથરૂમનો દરવાજો ખખડાવી દુર્દેશને બુમો પાડી હતી, પરંતુ, અંદરથી કોઇ જવાબ ન મળ્યો નહોતો. જેથી આરોપી ફરાર થઇ ગયો હોવાની જાણ થતાં સમગ્ર મામલે પોલીસ અધિકારીને જાણ કરી હતી.

રીક્ષાચાલકે આરોપીને બસ ડેપોમાં ઉતાર્યો હોવાનું અને તે અમદાવાદની બસમાં બેઠો હોવાનું બહાર આવ્યું છે
રીક્ષાચાલકે આરોપીને બસ ડેપોમાં ઉતાર્યો હોવાનું અને તે અમદાવાદની બસમાં બેઠો હોવાનું બહાર આવ્યું છે

આરોપી ફરાર થઇ ગયા બાદ અમદાવાદ તરફ ભાગ્યો
આરોપી ફરાર થયા બાદ પોલીસે CCTV ચેક કરતાં તે પોલીસ સ્ટેશનની સામેથી રીક્ષામાં બેસતો જોવા મળતાં પોલીસે રીક્ષાના નંબરના આધારે રીક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછમાં આરોપીને બસ ડેપોમાં ઉતાર્યો હોવાનું અને અમદાવાદની બસમાં બેઠો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બસના નંબરના આધારે અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પાણીગેટ પોલીસે કસ્ટડીમાંથી ફરાર થયેલા ગુનેગારને શોધવાની દિશામાં તપાસ શરૂ કરી છે.