કાર્યવાહી:વાહનોના ડોક્યુમેન્ટ જમા ન કરતાં 25 ડીલરના એકાઉન્ટ બ્લોક કરાયાં

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દશેરાએ 13 ડીલર સામે એક્શન બાદ RTO દ્વારા વધુ એક કાર્યવાહી
 • વાહન વેચ્યાના 1 માસમાં ડીલરે ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે

વડોદરા આરટીઓ દ્વારા ઓનલાઇન કામગીરી કરી રહેલા શોરૂમ ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે પૈકી દશેરા સમયે 13 ડીલરને બ્લોક કરવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત દિવાળી પહેલાં વધુ 25 ડીલરોના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

વાહનોના વેચાણ બાદ એક મહિના સુધી ડીલરને તેમનાં વેચેલાં વાહનના ડોક્યૂમેન્ટ ઓનલાઇન સબમિટ કરવાનો સમય આપવામાં આવે છે, પરંતુ 2 મહિના જેટલો લાંબો સમય થવા છતાં પણ કેટલાક ડીલરો દ્વારા આ અંગે બેદરકારી દાખવવામાં આવતી હોવાથી આરટીઓમાં બેકલોગ વધે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ સમયે અંદાજે 3 હજાર જેટલાં બેકલોગ હોવાનું આરટીઓ દ્વારા જાણવા મળ્યું હતું.

કયા શોરૂમના એકાઉન્ટ બ્લૉક કરાયાં?

 • ક્રાઉન બાઇક્સ પ્રા. લિ.
 • ગણેશ મોટર
 • ઇન્દુ ઓટોમોટિવ
 • AS મોટર્સ પ્રા.લિ.
 • યંત્રમન ઓટોમેક પ્રા. લિ.
 • ઝુમ્મર વાલા મોટર્સ
 • એમએમ વોરા ઓટોમોબાઈલ લિમિટેડ
 • જય અંબે
 • પટેલ ટ્રેક્ટર કોર્પોરેશન
 • અંબા મોટર્સ
 • સેન્ચ્યુરી બાઈક
 • કુમાર ઓટો મોબાઇલ્સ
 • કાર્ગો મોટર્સ પ્રા.લિ.
 • ક્રિષ્ના ટ્રેક્ટર્સ
 • કુમાર મોટર્સ
 • એપલ ઓટોમોટિવ
 • જયદીપ બાઈક
 • પ્રકાશ મોટર્સ
 • શીશા ઓટો
 • શ્રી અંબિકા ટ્રેક્ટર
 • અવેશ ઓટો
 • ધરતી ટ્રેક્ટર
 • કટારિયા ઓટોમોબાઇલ્સ
 • શ્રી ગોપીનાથજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ
 • યુ એન વી વેન્યસૅ
અન્ય સમાચારો પણ છે...