તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકા માટે કવાયત:ભાજપમાં નવા માપદંડ મુજબ ફરી જિ.પં.ના 192 દાવેદારોની સ્ક્રૂટિની

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે કવાયત
  • કાપકૂપ સાથે નવી યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં અપાશે

60 વર્ષથી વધુ ઉંમરવાળાને ટીકીટ નહિ, ત્રણ ટર્મવાળાને ટિકટ નહિ અને સગાવાદને પ્રોત્સાહન નહીં એવા ભાજપમાં નવા માપદંડ આવતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં થયેલી દાવેદારી બાદ ફરી એક વખત છટણી શરૂ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 288 બેઠકો પર જિલ્લા ભાજપના 1233 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. જેમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાવલીની 33 બેઠકો પર સૌથી વધુ 252 દાવેદારોએ અને ડભોઈમાં 31 બેઠકો પર 188 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.

ઉલ્લેખનિય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે વડોદરા જિલ્લામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના ઉમેદવારી પસંદગી મેળામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકરો દ્વારા પણ ટિકિટ મેળવવા દાવેદારી નોધાવતા વિરોધ ઉઠ્યો છે.ખાસ કરીને કાર્યકરો દ્વારા કોઇ પણ ગુનેગારોને ટિકિટ ન આપવા નિરીક્ષકોને રજૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ એ ટિકિટ માટેની દાવેદારીના નવા માપદંડ જારી કર્યા હતા અને તેનો અમલ પાલિકાની ચૂંટણીમાં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેનો અમલ બાકીની ચૂંટણીમાં પણ થશે તો સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો હતો.

આ સંજોગોમાં નગરપાલિકાની 21 બેઠક માટે આવેલી 352ની દાવેદારી, તાલુકા પંચાયતની 174 બેઠક માટે 689 અને જિલ્લા પંચાયતની 34 બેઠક માટેના 192 દાવેદારોની યાદીની ફરી એક વખત સ્ક્રુટીની શરૂ કરવાની ફરજ પડી છે અને તેમાંથી નવા માપદંડ મુજબના નામો કાઢી નાખી નવી યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો