• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accompanied By Girlfriend Killer Sachin, Police Conducted Reconstruction At Darshanam Oasis Flat For An Hour And A Half, Accused To Be Produced In Court For Remand

મહેંદી મર્ડર કેસ:પ્રેમિકા હત્યારા સચિનને સાથે રાખી પોલીસે વડોદરાના ફ્લેટમાં દોઢ કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું, આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાએક મહિનો પહેલા
પોલીસે દોઢ કલાક સુધી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
  • મહેંદી મર્ડર કેસમાં આરોપી સચિનને ગુરુવારે મોડી સાંજે વડોદરા લવાયો હતો
  • આજે સવારે આરોપીને દર્શનમ ઓએસિસના G-102 ફ્લેટમાં લઈ જવાયો હતો

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરા શહેરના મહેંદી મર્ડર કેસમાં પોલીસ આરોપી પતિ સચિન દીક્ષિતને લઇને દર્શનમ ઓએસિસના ફ્લેટ નં. G-102માં પહોંચી હતી, જ્યાં પોલીસે દોઢ કલાક સુધી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આ પહેલાં વડોદરા પોલીસ દ્વારા ગુરુવારે સાંજે ટ્રાન્સફર વોરંટથી આરોપી સચિન દીક્ષિતને વડોદરા લવાયો હતો. વડોદરા પોલીસે આરોપી સચિનને આજે વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બાપોદ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

સચિને ફ્લેટમાં ગળું દબાવી મહેંદીની હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે પોલીસે સ્ફૂર્તિ રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચિન દીક્ષિતને ઝડપી લીધો હતો. ત્યાર બાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચિન દીક્ષિતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડિંગના ફ્લેટમાં ગળું દબાવી હત્યા કરી હતી, જેથી વડોદરાની બાપોદ પોલીસે સચ્ન સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી સચિન સામે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી 14 ઓક્ટોબર સુધીમાં રિમાન્ડ મેળવ્યા હતા.

આજે સવારે આરોપીને દર્શનમ ઓએસિસના G-102 ફ્લેટમાં લઇ જવાયો હતો.
આજે સવારે આરોપીને દર્શનમ ઓએસિસના G-102 ફ્લેટમાં લઇ જવાયો હતો.

સચિનના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી
દરમિયાન, આજે 14 ઓકટોબરે સચિનના રિમાન્ડ પૂરા થવાના બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી અને સચિનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી. પોલીસ હવે આજે સચિનના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પહેલાં પોલીસ સચિન દીક્ષિતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

બોપલમાં આરોપીને સાથે રાખીને તપાસ કરી હતી
આ પહેલાં સચિન અમદાવાદના બોપલ ખાતે મૃતક હિના ઉર્ફે મહેંદી તેનાં માસા-માસીના ઘરે રહેતી હતી, જેથી સચિન ત્યાં જતો હોવાને લઇ આજે ગાંધીનગર પોલીસ દ્વારા આરોપી સચિનને બોપલ ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યો હતો . સોમવારે ગાંધીનગર પોલીસ તેને પેથાપુર ગૌશાળા ખાતે લઇ ગઈ હતી. બોપલની સંગીતા મેટરનિટી હોસ્પિટલ લઈ જવાયો હતો.

મહેંદીની ગળું દબાવી હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખસ જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
સચિને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

સચિન અને મહેંદી લિવ-ઇનમાં રહેતાં હતાં
ત્યાર બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લા 2 મહિનાથી સચિન મહેંદીને લઇને વડોદરા રહેવા આવ્યો હતો. અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં સચિન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો. ત્યાર બાદ તેઓલિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામના બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં.

બંને વચ્ચે ઝઘડો થયા બાદ મહેંદીનું ગળું દબાવી દીધું
ત્યાર બાદ છેલ્લા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે, એમ કહી તેણે વિરોધ કર્યો હતો. મહેંદીએ સચિનને કહ્યું હતું કે મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલાની નથી એ મુદ્દે ઝઘડો થયો હતો. ગત 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી, જેમાં ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી. એ પછી મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યાર બાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.

પિતાએ છૂટાછેડા લીધા હોવાથી મહેંદી કાકા પાસે રહેતી, પછી માસી સાથે ગઈ
મહેંદીના કાકા મુન્નાભાઈ બાબુભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, મહેંદીનું ઉપનામ હિના છે અને મહેંદી મહેબૂબભાઇ પેથાણીએ કેશોદમાં ધો. 10 સુધીનો સેન્ટ પીટર્સ સ્કૂલમાં ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા મહેબૂબભાઇએ પત્ની આરતી સાથે છૂટાછેડા લીધેલા હોવાથી મહેંદી મારી સાથે રહેતી હતી. ધોરણ 10 પછી કેશોદમાં ઇંગ્લિશ અભ્યાસક્રમ ન હોવાથી તેના પિતા જૂનાગઢ અને ત્યાર બાદ અમદાવાદ રહેવા જતા રહ્યા હતા અને ત્યારે મહેંદી પણ અમદાવાદ જતી રહી હતી. મહેંદીના અગાઉ તેના ખોજા જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયેલા હતા, જેમાં તેણે છૂટાછોડા લીધા હતા. તેનામાં મહેંદી કરવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ તે જિદ્દી સ્વભાવની હતી. મહેંદી તેનાં માસી સાથે રહેવા લાગી. ત્યાર બાદ આ ઘટના બની હોય એવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...