તપાસ:ભાડે કે વેચાણ આપેલાં પાલિકાના આવાસનું આકસ્મિક ચેકિંગ થશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં બ્રેક વાગી હતી, હવે ચકાસણી ફરી શરૂ કરાશે
  • 4 કર્મીની ટીમ બનાવાઈ,વિવિધ સ્કીમના ઇજનેરને સાથે રખાશે

પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની જુદી-જુદી યોજના હેઠળના આવાસ પૈકી કેટલાક આવાસો ભાડે અપાયા હોવાની કે બારોબાર વેચાયા હોવાથી ખાલી રહેતા હોવાની ફરિયાદોની તપાસણી માટે વિભાગના 4 કર્મીને ખાસ જવાબદારી સોંપાઈ છે અને આ ટીમમાં જે તે વિસ્તારની સ્કીમના સંબંધિત ઇજનેરને સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. પાલિકા દ્વારા ઇડબ્લ્યુએસ લઈને એમઆઈજી સુધીની કેટેગરીમાં વિવિધ સ્કીમ હેઠળ આવાસો બનવી તેની ફાળવણી કરી દેવામાં આવી છે.

જ્યારે ઇડબ્લ્યુએસ કેટેગરીના અન્ય આવાસો માટે 3 હજાર ફોર્મનું વિતરણ કરવામાં આવ્યા બાદ ટોકન પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં ફોર્મ વિતરણ પ્રક્રિયા પૂરી કરવામાં હોવાથી ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા હાથ પર લેવાનાર છે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગની વિવિધ સ્કીમ હેઠળ એના આવાસોમાં ભાડે અપાયા હોવાની બારોબાર વેચાણ થયા હોવાની કે ખાલી રહેતા હોવાની ફરિયાદો વિભાગની મળતી હોય છે પણ કોરોના કાળમાં તેના પર બ્રેક વાગી ગઈ હતી.

જોકે આવી ફરિયાદોના નિરાકરણ માટે વિભાગ તરફથી 4 કર્મચારીઓની ટીમ આકસ્મિક તપાસણી માટે બનાવાઈ છે. જેમાં એસડીઇ ભરત મકવાણા, એસડીએસ દેવર્ષિ રાવલ, જુનિયર કારકુન પ્રિયકાન્ત પટેલ અને સિપાઈ જયેશ ગોસ્વામીનો સમાવેશ કરાયો છે. આ ટીમ રોજેરોજ ટીમ બનાવીને આવતી ફરિયાદના અનુસંધાનમાં આવાસોમાં ચેકિંગ કરવાની રહેશે અને આ કામગીરી માટે રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...