અકસ્માત:વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ટોય શોપ ધરાવતા મહિલાને કારે ટક્કર મારતા ઇજાગ્રસ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • કાર ચાલકે અડફેટે લેતા મહિલા ફંગોળાઇ જતા માથા અને નાકના ભાગે ઇજાઓ પહોંચી

વડોદરા શહેરના કારેલીબાગમાં ટોય શોપ ધરવતા મહિલાને ફતેગંજ બ્રિજ પાસે કાર ચાલકે ટક્કી મારી ઇજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઇજાગ્રસ્ત મહિલા ખાનગી હોસ્પિટલમાં દાખલ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે ટોય શોપ નામની દુકાન ધરાવતા સીમાબેન પરેશભાઇ ઉપાધ્યાય ગત રાત્રે 10 વાગ્યે નિઝામપુરા ખાતે ભાગવત સપ્તાહના કાર્યક્રમ ગયા હતા અને ત્યાંથી પરત ટુ વ્હીલર લઇને આવી રહ્યા હતાં. દરમિયાન પંડ્યા બ્રિજ પાસે એમ.એસ.યુનિવર્સિટીની ઓફિસ નજીક પાછળથી સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર (GJ-06-PD-4740)એ ટક્કર મારી હતી. જેથી સીમાબેન રોડ પર ફંગોળાઇ જતાં તેમને માથા અને નાકના ભાગે ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

કાર ચાલક સામે ફરિયાદ
આ મામલે ફતેગંજ પોલીસે કાર ચાલક ભાવેશભાઇ દશરથભાઇ કહાર (રહે. પાણીગેટ, વડોદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...