અકસ્માત:અકોટા બ્રિજ પર યુવતીએ મોપેડને બ્રેક મારી દેતાં બસ સાથે અકસ્માત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે બસને આવતાં જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી
  • ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાએ બસને નુકસાન પહોંચાડ્યું

અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે ગુરુવારે મોડી રાત્રે અરુણાચલ પ્રદેશ પાસિંગની બસ અને મોપેડ ચાલક યુવતીનો અકસ્માત થતાં લોકોનાં ટોળાં વળી ગયાં હતાં. ઘટનાને પગલે યુવતીના મોપેડને સામાન્ય નુકસાન થયું હતું. જોકે પોલીસ સ્ટેશને જઈને મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે રાત્રીના દોઢ વાગ્યાના સુમારે એક યુવતી મોપેડ લઈને તેના ઘર તરફ જઈ રહી હતી. દરમિયાન અકોટા તરફથી અરુણાચલ પ્રદેશ પાસિંગની બસ આવી હતી. બસને આવતાં જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે અચાનક બ્રેક મારી દેતાં તેને બસની ટક્કર વાગી હતી. આ બનાવમાં યુવતીના મોપેડને સામાન્ય નુકસાન થયું હતું.

જોકે અકસ્માત થતાં લોકોના ટોળેટોળા વળી ગયા હતા અને લોકોએ બસને નુકસાન પહોંચાડ્યું હતું. યુવતીના પરિવારને આ વિશે જાણ થતાં તે પણ ત્યાં આવી પહોંચ્યો હતો. બનાવ બાદ બસનો ડ્રાઈવર અને યુવતીનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ડ્રાઈવરે નુકસાનીના રૂપિયા ભરપાઈ કરી દેતાં પરિવારે સમાધાન કર્યું હતું અને મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...