પરિવાર વિખાયો:સંતરામપુર પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બે સગા ભાઇ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ મોત, મૃતદેહો 100 મીટર દૂરથી મળ્યા

સંતરામપુર4 મહિનો પહેલા
બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો - Divya Bhaskar
બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો
  • એક જ પરિવારના ત્રણ યુવાને જીવ ગુમાવતાં પરિવારજનોએ આક્રંદ કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે આજે ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 3 યુવાનોના મોત થયા હતા. જેને પગલે પરિવાર શોકમગ્ન બની ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના સ્થળે જ ત્રણેયના મોત
સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) આજે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા.

અકસ્માતમાં બે સગા ભાઇ સહિત 3 યુવાનના મોત થયા
અકસ્માતમાં બે સગા ભાઇ સહિત 3 યુવાનના મોત થયા

પરિવારજનોએ આક્રંદ કર્યું
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક જ પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. ઘટનાને પગલે આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

એક જ પરિવારના ત્રણ યુવાને જીવ ગુમાવતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું
એક જ પરિવારના ત્રણ યુવાને જીવ ગુમાવતા પરિવારજનોએ આક્રંદ કર્યું હતું

100 મીટર દૂરથી મૃતદેહો મળ્યા
ઝાલોદ-અમદાવાદ ST બસ અકસ્માત બાદ બાઇકને ઘસડીને દૂર સુધી લઇ ગઇ હોવાનું અનુમાન છે, કારણ કે, બસની પાછળ 100 મીટર દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહો પોલીસને મળ્યા હતા.

ઝાલોદ-અમદાવાદ ST બસના આગળના ભાગે બાઇક ઘૂસી ગઇ હતી
ઝાલોદ-અમદાવાદ ST બસના આગળના ભાગે બાઇક ઘૂસી ગઇ હતી

(અહેવાલઃ ઇલિયાસ શેખ, સંતરામપુર)

અન્ય સમાચારો પણ છે...