• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accident Between Jeep And Truck On Vadodara Ahmedabad Express Highway, 3 Members Of 3 Families From Madhya Pradesh To Saurashtra Killed, 16 Injured

અકસ્માત:વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર જતા 3 પરિવારના 3 લોકોના મોત, 16 ઇજાગ્રસ્ત

વડોદરા4 મહિનો પહેલા
  • મધ્યપ્રદેશના અલીરાજપુરના 19 લોકો જીપમાં મજુરીકામ મોરબી જવા માટે નીકળ્યા હતા
  • ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા
  • અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર દોડકા ગામ પાસે શ્રમજીવીઓ સવાર જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

16 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી
મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારના 19 વ્યક્તિઓ તુફાન જીપમાં મોરબી મજુરીકામ જવા માટે નીકળ્યા હતા. મજુરી કામે નીકળેલા શ્રમજીવીઓની સાથે પાંચથી છ બાળકો પણ હતા. દરમિયાન ગુરૂવારે મધરાતે એક્સપ્રેસ હાઈવે ઉપર દોડકા ગામ પાસે આગળ જતી ટ્રકમાં શ્રમજીવીઓ સવાર તુફાન જીપ ધડાકા સાથે ભટકાઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને કુલ 16 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા
અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા

મૃતકોના નામ

  • તેનસીગ પાર્સિંગ મેડા(ઉ.45)(રહે, પુનિયા ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • રાહુલ દિનેશભાઇ મેડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • 25 વર્ષનો અજાણ્યા યુવાન મધ્યપ્રદેશના અલીરાજપુરના 19 લોકો જીપમાં મજુરીકામ મોરબી જવા માટે નીકળ્યા હતા

ઇજાગ્રસ્તોના નામ

  • હિતેશ મેડા(ઉ.30), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • સુરેશભાઇ મેડા(ઉ.35), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • રામજીભાઇ મેડા(ઉ.40), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • ભવસિંગ મેડા(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • રંગીતાબેન મહિડા(ઉ.10), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • અજય મહિડા(ઉ.04), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • અંકિતા મહિડા(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • ગોવિંદભાઇ મહિડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • મગનભાઈ મેડા(ઉ.25), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • કાન્હા મીરે(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • રિદ્ધિબેન મીરે (ઉ.12), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • ભૂરીબેન મીરે(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • સુમીબેન મીરે(ઉ.38), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
  • અખિલેશ મેડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અકસ્માતમાં 16 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી

એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો
આ બનાવને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઇ ગયો હતો, જોકે, પોલીસ પહોંચ્યા બાદ ટ્રાફિક ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ભાદરવા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ભાદરવા પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો
અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો
અન્ય સમાચારો પણ છે...