• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accident Between A Block And A Container Near Darjipura Air Force In Vadodara, More Than 5 People Died, Dead Bodies Were Removed From The Block By Cutting The Leaves

કન્ટેનરે છકડાને કચડી નાખ્યો:વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 10 લોકોનાં મોત, પતરાં કાપીને છકડામાંથી મૃતદેહો બહાર કઢાયા

વડોદરા2 મહિનો પહેલા

વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.ડેડ બોડીઓ કોલ્ડરૂમમા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. આ બનાવમાં વિરપાલસિહ ચાવડા નામના છકડા ચાલક સહિત 5ની ઓળખ થઇ છે. અન્ય અજાણ્યા મૃતદેહોના પરિવારજનોને શોધવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક ફતેસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ અને વિરપાલસિંહ ચાવડાની ફાઈલ તસવીર.
મૃતક ફતેસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ અને વિરપાલસિંહ ચાવડાની ફાઈલ તસવીર.

કન્ટેનરે રોંગ સાઈડમાં ઘૂસી છકડાને અડફેટે લીધો
સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. છકડો રિક્ષામાં સવાર મુસાફરો અલગ અલગ બેઠા હતા

દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ
કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો.

છકડામાં સવાર 10 લોકોનાં મોત.
છકડામાં સવાર 10 લોકોનાં મોત.

અકસ્માતમાં મૃતકોના નામ

  • વિરપાલસિંહ ઉર્ફે સંદિપ ચાવડા
  • જુવાનસિંહ બારીયા, વાંદરા, દેવગઢબરીયા
  • સવીતાબેન બારીયા, વાંદરા, દેવગઢબરીયા
  • ફતેસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ, રહે જબુગામ, પાવીજેતપુર
  • રાકેશ બાકેબિહારી મિશ્રા(ઉ.50) રહે હરિભક્તિની ચાલી, સલટવાડા, વડોદરા

ઇજાગ્રસ્તોના નામ

  • વિજય નટવરસિંહ બારીયા (ઉ.29), બારીયા ફળીયું નારૂ ગામ, તા. ધાનપુર, જિ. મધ્યપ્રદેશ
  • અરવિંદ માનસિંહ રાઠવા (ઉ.27)
  • મિહિર જસવંતસિંહ મકવાણા (ઉ.25)
  • નિરૂબેન અલ્પેશભાઈ બારીયા (ઉ.35)
પતરાં કાપીને છકડામાંથી મૃતદેહો બહાર કઢાયા હતા.
પતરાં કાપીને છકડામાંથી મૃતદેહો બહાર કઢાયા હતા.

કલેક્ટર દોડી આવ્યા
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-4 પન્નાબેન મોમાયા, અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યાં હતા. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ લોકો તરફડતા જોવા મળ્યા હતા.
અકસ્માત બાદ લોકો તરફડતા જોવા મળ્યા હતા.
અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...