તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:શિક્ષણવિદ્ અને બ્રાઇટ સ્કૂલના સ્થાપક જયેન્દ્ર શાહનું અવસાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા. બ્રાઇટ સ્કૂલ ઓફ ગ્રુપના સંસ્થાપક અને શિક્ષણવિદ્ જયેન્દ્ર શાહ (ઉ.વ.76) નું દુ:ખદ અવસાન શનિવારે સવારે થયું હતું. ભાઇલાલ અમીન હોસ્પીટલમાં છેલ્લા કેટલાય દિવસથી તેમને દાખલ કરાયા હતા. જ્યાં બાયપાસ સર્જરી કરાયા બાદ વેન્ટીલેટર પર રખાયા હતા. શનિવારે સવારે તેમનું અવસાન થયું હતું.

સ્વ.જયેન્દ્ર શાહના નરેશ્વર દેહને વીપીઆઇ રોડની બ્રાઇટ સ્કૂલ ખાતે દર્શનાર્થે લઇ જવાતા શિક્ષકો-સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટયા હતા. તેમણે ફતેગંજ સ્થિત સ્કૂલમાં શિક્ષક તરીકે કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ બ્રાઇટ સ્કૂલની સ્થાપના કરી હતી.

વૈષ્ણવ સંસ્થા સહિત કારેલીબાગ, મકરપુરા વૈષ્ણવ હવેલી સહિત વીપો સાથે તેઓ જોડાયેલા હતા. વ્રજરાજકુમારજી મહારાજ, વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ સંઘના પ્રમુખ માૈલિન વૈષ્ણવ દ્વારા પણ શોક વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...