મ.સ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં 6 મહિનાથી એસી બંધ છે. મેઇન્ટેન્સના કોન્ટ્રાક્ટના મુદે ખેંચતાણ હોવાથી એસી શરૂ થઇ શક્યા નથી. હંસા મહેતા લાઇબ્રેરીમાં 100 જેટલા એસી છે, જે 6 મહિનાથી મેઇન્ટેન્સના અભાવે બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને ભરઉનાળે ગરમીમાં લાઇબ્રેરીમાં બેસીને વાંચવાનો વારો આવ્યો છે.
100 એસીના મેઇન્ટેન્સ માટે લાઇબ્રેરી તરફથી 80 લાખનું ટેન્ડર અપાયું હતું. જેને સિન્ડિકેટે નામંજૂર કરાયું હતું અને 25 લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ આપવા સૂચન કર્યું હતું. જોકે મેઇન્ટેન્સના કોન્ટ્રાક્ટના ચક્કરમાં એસી શરૂ ન થતાં વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. કોરોનાકાળમાં એસી બંધ કર્યા પછી શરૂ કરી શકાયા નથી.
વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆતો કરી છતાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. સત્તાધીશો વિવિધ ફંક્શનો ઉજવવામાં વ્યસ્ત છે પણ વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાત તરફ ધ્યાન અપાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.