તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • ABVP Activists Set Off A Bomb Blast Demanding 50 Per Cent Reduction In Syllabus At MSU's Commerce Arts Faculty In Vadodara, Sparking Clashes Between Students And Security Guards.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વડોદરામાં MSUની કોમર્સ-આર્ટ્સ ફેકલ્ટીમાં 50 ટકા સિલેબસ ઘટાડવાની માંગ સાથે ABVPના કાર્યકરોએ બોમ્બ ફોડીને હોબાળો મચાવ્યો, વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ

વડોદરા22 દિવસ પહેલા
ABVPના કાર્યકરોએ સિલેબસ ઘટાડવાની માંગ સાથે હેડ ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીનો 50 ટકા સિલેબસ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બોમ્બ ફોડીને ભારે હોબાળો મચાવ્યો હતો. સિલેબસ ઘટાડવાની માંગ સાથે અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાવાળાઓ દ્વારા સિલેબસ ઘટાડવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું.

સિક્યુરીટી દ્વારા ગેટને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું
કોરોનાની મહામારીના કારણે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું, પરંતુ, ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ મળતું નથી. જેથી આર્ટ્સ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં 50 ટકા સિલેબસ ઘટાડવાની માંગણી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. અગાઉ ABVP દ્વારા ધરણા-પ્રદર્શન સાથે સિલેબસ ઘટાડવા માટેની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, સત્તાવાળાઓ સિલેબસ ઘટાડવા માટે કોઇ દાદ આપવામાં ન આવતા ABVPના વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને હેડ ઓફિસના માર્ગો ઉપર બોમ્બ ફોડીને હેડ ઓફિસ પાસે ગયા હતા, પરંતુ, સિક્યુરીટી દ્વારા ગેટને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ABVPના કાર્યકરોએ બોમ્બ ફોડીને હોબાળો મચાવ્યો હતો
ABVPના કાર્યકરોએ બોમ્બ ફોડીને હોબાળો મચાવ્યો હતો

વિદ્યાર્થીઓએ વી.સી.ને બોલાવો...સિલેબસ ઘટાડો..જેવા સૂત્રોચ્ચારો કર્યાં
પોસ્ટર્સ પર વિવિધ સૂત્રોચ્ચારો લખીને હેડ ઓફિસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ બહાર વી.સી.ને બોલાવો...સિલેબસ ઘટાડો..જેવા સૂત્રોચ્ચાર કરવા સાથે કેમ્પસમાં બોમ્બ ફોડીને સિલેબસ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુનિવર્સિટી સિક્યુરીટી વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી જવાનો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.

પોસ્ટર્સ પર વિવિધ સૂત્રોચ્ચારો લખીને હેડ ઓફિસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુું હતું
પોસ્ટર્સ પર વિવિધ સૂત્રોચ્ચારો લખીને હેડ ઓફિસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુું હતું

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
ABVPના વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીનો સિલેબસ 50 ટકા કરવા માટે શાંતિથી રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ, યુનિવર્સિટી દ્વારા કોઇ દાદ આપવામાં ન આવતા આજે બોમ્બ ફોડીને યુનિવર્સિટીને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમ પછી પણ યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા અમારી માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ABVP દ્વારા આજે યુનિવર્સિટીમાં બોમ્બ ફોડીને કરવામાં આવેલા આંદોલને કેમ્પસમાં ચકચાર જગાવી મૂકી હતી.

માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
માંગણી સ્વિકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો