તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી વિવાદમાં:કોર્પોરેટરના પિતાનું સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે બેહૂદું વર્તન

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ટાંકી પર જઇ હંગામો મચાવ્યો હતો
  • ભૂમિકા રાણાના પિતાની દાદાગીરીનો મામલો પોલીસમાં પહોંચ્યો

પાલિકાના વોર્ડ ન.7ના ભાજપના મહિલા કોર્પોરેટર ફરી એક વખત પિતાના બેહૂદા વર્તનના કારણે વિવાદમાં સપડાયા છે અને આખો મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પાલિકાના વોર્ડ 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણા ના પિતા નરેશ રાણાએ થોડા સમય અગાઉ કારેલીબાગ પાણીની ટાંકી પર હંગામો મચાવ્યો હતો અને ઇજનેરને રૂમમાં પૂરી પણ લીધો હતો.દરમિયાન નાગરવાડા નવીધરતી માં સફાઈના પ્રશ્ને કોર્પોરેટર ભૂમિકા રાણા ના પિતા નરેશ રાણાએ ફરી એક વખત વૉર્ડ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.

ભાજપના મુખ્ય હોદ્દેદારો અને પાલિકાના મેયર સહિતના મુખ્ય આગેવાનો પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા ગયા છે ત્યારે વૉર્ડ 7ના ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાએ સફાઈ મામલે વૉર્ડ આઠના સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશ મકવાણા સાથે ઉગ્ર દલીલો કરી હતી અને એક તબક્કે વૉર્ડ ઓફિસર મગન વણઝારાની હાજરીમાં મામલો બીચકયો હતો.એટલું જ નહીં, આ મામલો કારેલીબાગ પોલીસ મથક સુધી ગયો હતો. આ ઘટનાને સમર્થન આપતા વૉર્ડ 8ના વોર્ડ ઓફિસર મગન વણઝારાએ જણાવ્યું હતું કે મારી પર ફોન આવ્યો હતો અને સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશભાઈને બોલાવો તેમ કહેવાયું હતું અને સફાઈની બાબતે બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...