રોગચાળો:એક જ દિવસમાં તાવના અધધ 858 કેસ નોંધાયા, બાપોદમાં કોલેરાના 2 કેસ મળ્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યૂના 48 અને ચિકનગુનિયાના 27 નવા કેસ

શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતાં એક જ દિવસમાં તાવમાં અધધ 858 કેસ નોંધાયા છે. એકતાનગર અને બાપોદ વિસ્તારમાં કોલેરાના કેસ દેખાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. એક જ દિવસમાં 48 લોકોને ડેન્ગ્યૂ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી છે. બીજી તરફ શહેરમાં ચિકનગુનિયાના ફેલાયેલા વાવરમાં વધુ 27 કેસ પોઝિટિવ આવ્યા છે.

સયાજી હોસ્પિટલમાં નવા 35 અને પાલિકાના ચોપડે 13 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં ચિકનગુનિયાના 9 અને પાલિકામાં 18 કેસ નોંધાયા છે.પાલિકાની ટીમે કરેલા સરવેમાં ઝાડા-ઊલટીના 87 કેસ નોંધાયા હતા, જ્યારે કોલેરાના એકતાનગર અને બાપોદ વિસ્તારમાં નોંધાતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પાલિકાની ટીમોએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો માટે ચેકિંગ કરી 12 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ ફટકરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...