સ્માર્ટ સિસ્ટમ:સ્ટેશન વિસ્તારમાં 40 જેટલા અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન મૂકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબક્કાવાર અમલ કરાશે

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રેલ્વે સ્ટેશનની આસપાસના 8 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5 કરોડના ખર્ચે હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ 40 ડસ્ટબીન મુકવામાં આવશે અને આ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય વિસ્તારોને પ્રાથમિકતા અપાશે. 6.88 ચોરસ મીટરની પહોળાઈ અને એક મીટરની ઊંડાઈ ધરાવતા પ્રિ કાસ્ટ ફાઈબરની બનાવટના ડસ્ટબિન મુકાશે. તેમાં 700 કિલોથી વધુ કચરો સમાઇ શકશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એબીડી વિસ્તારમાં આ પ્રકારનાં ડસ્ટ બીન મુકવાનો પાયલોટ પ્રોજેક્ટ છે અને ટુંક સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા થશે અને માર્ચ મહિના સુધીમાં હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ ડસ્ટ બિન મુકવાની કામગીરી પૂર્ણ કરાશે. આ પ્રકારનાં ડસ્ટ બીન ભરાય એટલે તેમાં મૂકેલા સેન્સર થી જાણકારી પણ મળશે. જો જો આ પ્રોજેક્ટ ને સફળતા મળશે તો સમગ્ર શહેરમાં આ પ્રકારના ડસ્ટ બિન મૂકવા વિચારણા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...