સુરક્ષા અભિયાન:વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા 200 જેટલા સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરાયું

વડોદરા5 મહિનો પહેલા
બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફ્ટી સ્કાર્ફનું વાહનચાલકોને વિતરણ કરવામાં આવ્યું
  • બરોડા યુથ ફેડરેશન દ્વારા 4 વર્ષથી લોકોને સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરે છે
  • પતંગ કપાયા બાદ દોરો પુરેપુરો ખેચી લેવો જોઇએ: બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ

ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આજે વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા સેવાભાવી સંસ્થા બરોડા યુથ ફેડરેશન દ્વારા 200 જેટલા સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરાયું કરવામાં આવ્યું હતું.

બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ
બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ

દોરીથી ગળું કપાતા મોતની ઘટનાઓ પણ બને છે
પતંગના દોરાથી અનેક લોકો ઘાયલ થતાં હોય થતા હોય છે તો ક્યારેક દોરીથી ગળું કપાતા મોતની ઘટનાઓ પણ બને છે. ત્યારે શહેરના સંગમ ચાર રસ્તા પાસે આજે સવારે બરોડા યુથ ફેડરેશન દ્વારા 200 જેટલા સેફ્ટી સ્કાર્ફનું વાહનચાલકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ સંસ્થા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં ટુ-વ્હિલર ચાલકોને આવા સ્કાફનું વિતરણ કરવામાં આવશે.

બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફ્ટી સ્કાર્ફનું વાહનચાલકોને વિતરણ કરવામાં આવ્યું
બરોડા યુથ ફેડરેશન દ્વારા સેફ્ટી સ્કાર્ફનું વાહનચાલકોને વિતરણ કરવામાં આવ્યું

કોરોનાકાળમાં પણ અમે જરૂરિયાતમંદોની મદદ કરી હતી
આ અંગે બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા સાડા ચાર વર્ષની સામાજીક સેવાની કામગીરી કરી રહ્યા છીએ. કોરોનાકાળમાં પણ અમે જરૂરિયાતમંદોની મદદ કરી હતી. ઉત્તરાયણ નજીક જે ત્યારે સ્કાફનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં પતંગોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ શહેરમાં આ પર્વ દરમિયાન દર વર્ષે દોરાને કારણે કોઇને કોઇ દુર્ઘટના ઘટે છે. જેથી લોકોને અમારી અપીલ છે કે પતંગ કપાયા બાદ દોરો પુરેપુરો ખેચી લેવો જોઇએ. તેમજ ઉત્તરાયણ પર્વ દરમિયાન વાહન ચલાવતી વખતે સેફ્ટી સ્કાર્ફ પહેરવો જોઇએ.