તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય વિભાગની શિબિર:ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણની મનાઇ ફરમાવતા કાયદાનો તબીબો ડરથી નહીં દિલથી અમલ કરેઃ વડોદરા મ્યુનિ. કમિશનર

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર અને જિલ્લાના 150 જેટલા તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું - Divya Bhaskar
વડોદરા શહેર અને જિલ્લાના 150 જેટલા તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
  • શિબિરમાં વડોદરા શહેર અને જિલ્લાના 150 તબીબોને પીસી એન્ડ પીએનડિતી કાયદાના ચુસ્ત અમલનું માર્ગદર્શન આપવામાં આવ્યું

તાજેતરમાં પીસી એન્ડ પીએનડીટી સેલ અને વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોજવામાં આવેલી ખાસ શિબિરમાં ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણની મનાઇ ફરમાવતા કાયદાના ચુસ્ત અમલ અંગે વડોદરા શહેર અને જિલ્લાના 150 જેટલા તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ અને કાર્ડિઓલોજિસ્ટ તબીબોએ ભાગ લઈને સોનોગ્રાફી અને રેડિયોલોજી ઉપકરણોના કાયદાના સંદર્ભમાં ઉપયોગના પાળવા જરૂરી નિયમનો, નોંધણી અને નવિનીકરણની પ્રક્રિયાઓની વિગતવાર જાણકારી મેળવી હતી.

જાતિ પરીક્ષણ કરાવવાની વૃતિ અને સહયોગ નિંદાને પાત્ર છે
આ શિબિરનો પ્રારંભ કરાવતા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે સંબંધિત તબીબોને આ કાયદાનો ડરથી નહીં દિલથી અમલ કરવા અનુરોધ કર્યો હતો. પોતાનો જ દાખલો ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, મેં અને મારી બહેને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ પદ મેળવી મારા પરિવાર અને ગામની નામના વધારી છે. ભારતીય સંસ્કૃતિના હાર્દમાં નારી સન્માનની ભાવના છે, ત્યારે ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરાવવાની વૃત્તિ અને તેમાં સહયોગ નિંદાને પાત્ર છે. ખરેખર દીકરા અને દીકરીને સમાન ગણવા અને દીકરીને ભગવાનનો પ્રસાદ ગણવાની સામાજિક સમજ વ્યાપક બને એ ઇચ્છનીય છે.

કાયદા અધિકારીએ તબીબોની મૂંઝવણોનું નિરાકરણ કર્યું
કાયદા અધિકારી અરુણ પ્રતાપ સિંઘે ઉપરોક્ત કાયદાના અમલીકરણ અને એફ.ફોર્મ ભરવાની માહિતી આપવાની સાથે કાયદાની પાળવી જરૂરી જોગવાઇઓનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને આ બાબતમાં તબીબોની મૂંઝવણોનું નિરાકરણ કર્યું હતું.

શિબિરમાં વડોદરા શહેર અને જિલ્લાના 150 તબીબોને પીસી એન્ડ પીએનડિતી કાયદાના ચુસ્ત અમલનું માર્ગદર્શન આપવામાં આવ્યું
શિબિરમાં વડોદરા શહેર અને જિલ્લાના 150 તબીબોને પીસી એન્ડ પીએનડિતી કાયદાના ચુસ્ત અમલનું માર્ગદર્શન આપવામાં આવ્યું

એડવાઇઝરી કમિટીના ચેર પર્સને માર્ગદર્શન આપ્યું
અમદાવાદ ફોગસીના ઉપાધ્યક્ષ જીતેન્દ્ર શર્મા એ આ કાયદાના અમલમાં ભૂલની શક્યતાઓ ટાળવા જે-તે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને એપ્રોપ્રિએટ ઓથોરિટી સાથે સંકલન જાળવવાનો અનુરોધ કર્યો હતો. વડોદરા ગાયનેકોલોજિસ્ટ એસોસિએશન અને આ કાયદાની જિલ્લા એડવાઇઝરી કમિટીના ચેર પર્સન ડો.સુષ્મા બક્ષીએ માર્ગદર્શન આપ્યું હતું.

એક્ટની જોગવાઈઓ સમજીને ચુસ્ત અમલ કરવા અપીલ કરી
સહુને આવકારતા વડોદરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને એક્ટની જોગવાઈઓ સારી રીતે સમજીને ચુસ્ત અમલ કરવા પર ભાર મૂકવામાં સાથે વિષમ સેક્સ રેસીઓની ગંભીરતા યોગ્ય રીતે સમજવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...