તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન:યુવતીની પજવણી કરતા અભયમની મદદ માંગી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર ઝઘડો કરતા સંબંધ તોડી નાખ્યો હતો
 • યુવકે ભૂલ સ્વીકારી હેરા નહીં કરવા લખાણ આપ્યું

બોયફ્રેન્ડ પોતાને હેરાન કરતો હોવાનું જણાવી એક યુવતીએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમને ફોન કરી મદદ માંગી હતી.અભયમની ટીમે યુવકને સમજાવતા તેને ભૂલ સ્વીકારી હવે હેરાન નહીં કરુ તેવુ લખાણ આપ્યું હતું. અભયમ હેલ્પલાઇનમાં યુવતીએ ફોન કરી મદદ માંગતા જણાવ્યું હતું કે તેનો બોયફરેન્ડ હેરાન કરે છે અને તેેને સમજાવવો જરુરી છે. જેથી અભયમની ટીમ યુવતી પાસે પહોંચી હતી.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 2 વરસ પહેલાં તે ખાનગી કંપનીની ઓફિસ માં નોકરી કરતી હતી ત્યારે સાથે નોકરી કરતાં યુવક સાથે તેને મિત્રતા થયા બાદ બંને ને પ્રેમ થયો હતો.બંનેએ પોતાના પરિવારને જાણ કરતાં પરિવારે પણ લગ્ન કરી આપવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લા કેટલાક સમયથી યુવકનું વર્તન બદલાયું હતું અને યુવતી સાથે વારંવાર ઝઘડો કરી મારપીટ શરુ કરી હતી. જો યુવતી તેનો ફોન પણ ના ઉઠાવે તો યુવક ઉશ્કેરાઇ જઇને ઝઘડો કરતો હતો. જેથી યુવતીના પરિવારં સબંધ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ યુવકની અન્ય યુવતી સાથે સગાઇ થઇ હતી.

અન્યત્ર સગાઇ થઇ હોવા છતાં યુવકે તેને ફોન પર વાત કરવા દબાણ કર્યું હતું અને તેની ફરીથી મારપીટ કરી હતી . અભયમે બંને પક્ષોને બોલાવી સમજાવટ કરી હતી. આખરે લાંબી સમજાવટ બાદ યુવકે ભુલ સ્વીકારી માફી માંગી હવે હેરાન નહી કરું તેવું લખાણ કરી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો