કોરોનાકાળ પહેલા વોટર પાર્કની લોભામણી લાલચો દ્વારા સંચાલકે લોકો પાસે અઢળક રૂપિયા મેળવી લીધા હતા. કોરોના આવી જતાં આ સ્કીમ બંધ રહી હતી. જેથી એક ગ્રાહકે રૂપિયા પરત આપવાની માંગ કરતાં સંચાલકે હાથ ઉંચા કરી લીધા હતા. રૂપિયા પાછા આપવામાં આનાકાની કરતો હતો. મહિલાએ અભયની સહાય લેતાં અભયમે મેનેજર સાથે વાત કરી મહિલાને સ્કીમની મુદત એક વર્ષ માટે વધારી આપી હતી.
2019-20માં બોરસદ પાસેના એન્જોય સિટી વોટરપાર્ક દ્વારા ગ્રાહકોને 42 હજાર રૂપિયામાં આખા વર્ષની ટીકીટ અપાશે તેવી જાહેરાત કરી હતી. જેથી એક મહિલાએ પરિવાર માટે આ સ્કિમ લીધી હતી. પણ ત્યારબાદ કોરોના આવી જતાં 2 વર્ષ માટે વોટરપાર્ક બંધ રાખવામાં આવ્યો હતો. જેના કારણે મહિલાએ રૂપિયા પાછા લેવા માટે વોટરપાર્કના સંચાલકનો સંપર્ક કર્યો હતો. પણ સંચાલકે મહિલાને રૂપિયા આપવામાં આનાકાની કરી હતી અને ઉડાઉ જવાબ આપ્યા હતાં. જેના કારણે મહિલાએ અભયમની મદદ લીધી હતી.
અભય રેસ્ક્યુ ટીમે સંચાલક સાથે વાત કરી સમજાવ્યો હતો. આ પ્રકારની લોભામણી જાહેરાત આપી સેવા આપવી નહીં એ ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડી ગણાય અને તે ગુનો બને છે. જેથી મેનેજરે મહિલાને 1 વર્ષ માટે ટીકિટની મુદત વધારી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.