તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્માંતરણ કેસ:નબીપુરના અબ્દુલ્લાએ હવાલાથી સલાઉદ્દીનને 60 કરોડ મોકલ્યા હતા, એસઆઇટીની તપાસમાં થયેલો ઘટસ્ફોટ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ
  • અબ્દુલ્લા ફેફડાવાળાએ દુબઇના મુસ્તુફા થકી હવાલાથી ફંડ મોકલ્યું

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં વડોદરા પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીનને દુબઇથી હવાલા દ્વારા મળેલા 60 કરોડ મૂળ નબીપુરના પણ હાલ યુકેમાં રહેતા અબદુલ્લા ફેફડાવાળાએ દુબઇથી મુસ્તુફા શેખ દ્વારા મોકલ્યા હતા. પોલીસની ટીમ 60 કરોડના હવાલાના પૈસાના હિસાબોની પણ ચકાસણી કરી હતી, જેમાં આ ખુલાસો થયો હતો. ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ સહિતના આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યા બાદ તપાસ કરાઇ રહી છે.

પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલ તેને જેલમાં ધકેલાયો છે. દરમિયાન એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણની આગેવાનીમાં બનાવેલી એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીનના ટ્રસ્ટમાં દુબઇથી 60 કરોડ હવાલાથી મોકલાયા હતા. પોલીસે આ રકમના હિસાબોની ચકાસણી કરતાં બહાર આવ્યું હતું કે, મૂળ ભરૂચના નબીપુરના રહીશ પણ હાલ યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાળાએ આ 60 કરોડ હવાલાથી મોકલ્યા હતા.

અબ્દુલ્લાએ આ રકમ વાયા દુબઇથી મોકલી હતી અને દુબઇમાં રહેતા મુસ્તુફા શેખે 60 કરોડ સલાઉદ્દીનને હવાલાથી મોકલ્યા હતા, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાપરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે અબ્દુલ્લા ફેફડાવાળા અને મુસ્તુફા શેખ ત્યાં રહીને સલાઉદ્દીન અને ઉમર ગૌતમના સંપર્કમાં હતા. મુસ્તુફા મુંબઇની મુલાકાતો લઈ તાગ મેળવતો હતો. સલાઉદ્દીન આ રકમ ધર્માંતરણ અને કોમી તોફાનોના આરોપીઓને છોડાવવા તથા ગેરકાયદે મસ્જિદોમાં વાપરતો હતો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

નાગરવાડાની મસ્જિદની ધર્માંતરણ મુદ્દે ભેદી ભૂમિકા
સૂત્રોએ જણાવ્યું કે, સલાઉદ્દીનના સંપર્કમાં નાગરવાડાની એક મસ્જિદના સંચાલકો પણ હતા અને આ મસ્જિદ દ્વારા ધર્માંતરણ અને નિકાહ જેવી પ્રવૃત્તિ થતી હતી. જેથી પોલીસે મસ્જિદ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે શંકા રાખીને ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે આ વ્યક્તિઓ કેટલા સમયથી સંપર્કમાં હતી અને કેટલા લોકોનું ધર્માંતરણ કરાયેલું છે તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...