વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ અપહરણ કર્યાંનો ગુનો નોંધાયો છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પાસે પોલીસકર્મી પર હુમલો થયો હતો.
વડોદરાના હરણી વિસ્તારમાં વિષ્ણુ ભૂપત સોલંકી (રહે. પીળા વુડાના મકાન, ખોડિયાનગર, વડોદરા)એ કિશોરી સગીર હોવાનું જાણતો હોવા છતાં લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેથી સગીરાના પરિવાર દ્વારા તેના અપહરણની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
એરપોર્ટ પાસે પોલીસકર્મી પર હુમલો
વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી દિલીસિંહ ધર્મેન્દ્રસિંહ એરપોર્ટ નજીક આવેલા મિલન પાર્ટી પ્લોટ પાસે વોચમાં હતા. આ દરમિયાન આરોપી નાજાભાઇ ધુડાભાઇ ભરવાડ (રહે. રામદેવનગર, બાપોદ, વડોદરા)એ પોલીસકર્મીને અપશબ્દો કહ્યા હતા. જેથી પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી હતી છતાં તેની સાથે ગેરવર્તન કરી નાજા ભરવાડે તેની સાથે ઝપાઝપી કરી હતી. જેથી નાજા ભરવાડ સામે સરકારી ફરજમાં અડચણ કરવા બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.