ક્રાઈમ:વારસિયા અને વાડીમાંથી 2 સગીરાઓનું અપહરણ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાને સ્કૂલમાં મૂક્યા બાદ પરત ન ફરી
  • પ્રસંગમાં ગયેલો પરિવાર ઘરે આવતાં દીકરી ન મળી

વાડી અને વારસિયા પોલીસ મથકે 2 અપહરણના ગુના નોંધાયા હતા. જેમા એક કિસ્સામાં 15 વર્ષીય દિકરીને દાદા શાળાએથી મૂકીને આવતા સગીરા ઘરે પરત ફરી નહોતી જ્યારે બીજા કિસ્સામાં 17 વર્ષીય દિકરીના માતા-પિતા સામાજીક પ્રંસગે જતા દિકરી ઘરેથી નિકળી ગઈ હતી. બંન્નેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વાડી રહેતી 15 વર્ષીય સગીરાને તેના દાદા શાળાએ મૂકવા ગયા હતા. જે ઘરે પાછી ન આવતા પરિવારે શોધ કરી હતી. પરંતુ તે ક્યાંય ના મળતાં વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ વારસિયાનો પરિવાર પ્રસંગમાં ગયો હતો. જ્યારે ઘરે આવ્યા ત્યારે 17 વર્ષીય દિકરી ઘરે હતી નહીં. તપાસ કરતા દિકરી ક્યાય મળી નહોતી. જે યુવક પર પરિવારને શંકા હતી તે યુવકની તપાસ કરતા યુવક સાથે સગીરા મળી નહોતી. દિકરીનો ફોન સતત બંધ હોવાથી પરિવારે છેવટે વારસિયા પોલીસમાં દિકરી ગુમ થયાની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...