તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજાતને ત્યજી દેવાયુ:વડોદરામાં કચરાપેટીમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શિશુ મળ્યું, સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર)
  • વાડી પોલીસે નવજાત શિશુના માતા-પિતાની શોધખોળ શરૂ કરી

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં માતા-પિતા દ્વારા કોઇ મજબૂરી અથવા આબરૂની બીકે નવજાત બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે, ત્યારે વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કચેરી પાસેની કચરાપેટીમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. વાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કચરાપેટીમાંથી નવજાત શિશુ મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા
મોટાભાગના કિસ્સામાં નવજાત દીકરીને ત્યજી દેવામાં આવતી હોય છે, પરંતુ, આ નવજાત શિશુ એક દીકરો છે. આ દરમિયાન પોલીસ એવું માની રહી છે કે, કોઇ સગીરા કે, યુવતી કુંવારી માતા બની હશે અને પોતાની આબરૂ બચાવવા આ બાળકને ત્યજી દીધું હશે. કચરાપેટીમાં નવજાત બાળકને ત્યજી દેવાની આ ઘટના સામે આવતા ભારે ભાગદોડ મચી છે. બરાનપુરા વિસ્તારમાં આવેલી જીઇબી ઓફિસ સામે કચરાપેટીમાંથી નવજાત શિશુ મળી આવતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.

જીઈબીના જુનિયર એન્જિનિયરે પોલીસને જાણ કરી
આ બનાવ અંગે જીઈબીના જુનિયર એન્જિનિયરે પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યું હતું. હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને જો આ નવજાત શિશુને જન્મ આપનાર માતા સગીરા હશે તો આ દુષ્કર્મ કરનાર યુવાન સામે પોકસો સહિતની કલમ ઉમેરી ગુનો દાખલ કરવામાં આવશે અને જો આ શિશુને જન્મ આપનાર પુખ્ત વયની યુવતી હશે તો તે અને તેના માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...