હેં મા... તેં મને કેમ ત્યજ્યું?:વડોદરામાં ગટરની બાજુમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું, શરીર પર કીડીઓ કરડવાથી બાળક રુદન કરતું હતું

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાણી કેનાલ રોડ પર બાળકના રડવાનો અવાજ સંભળાતાં લોકો તેને શોધવામાં લાગ્યા
  • નવજાત બાળક મળતાં પોલીસને જાણ કરી, પોલીસે બાળકનાં માતા-પિતાની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર ગટરની બાજુમાં તરછોડાયેલું નવજાત બાળક મળ્યું હતું. નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળી લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં અને બાળકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ફતેગંજ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગટરની બાજુમાં યુવાને બાળકને જોયું
વડોદરાના સમા વિસ્તારના સાહઆલમ સોસાયટીના રહેવાસી અને ડ્રાઈવિંગનું કામ કરતા પરેશભાઈ રૂપાભાઈ મુનિયા(ઉં.23)એ ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ટેમ્પો લઈને તેમના ઘરેથી નીકળ્યા હતા અને લગભગ સાડાઆઠ વાગે પંચમ હાઈટ પાસે છાણી કેનાલ રોડ ઝૂંપડપટ્ટીના નાળા પાસેથી પસાર થતો હતો ત્યારે લોકોનું ટોળું એક જગ્યાએ જોવા મળ્યું હતું. દરમિયાન ત્યાં જઈ જોતાં નાળાની ગટરની બાજુમાં કપડામાં લપેટેલું એક નવજાત જન્મેલું બાળક નજરે ચઢ્યું હતું.

બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને એ કરડવાથી બાળક સતત રુદન કરતું હતું.
બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને એ કરડવાથી બાળક સતત રુદન કરતું હતું.

કીડીઓ કરડવાથી બાળકે રુદન કર્યું
વહેલી સવારે નવજાત બાળક મળી આવતાં મોટી સંખ્યામાં લોકટોળાં એકત્ર થયાં હતાં. કપડામાં વીંટાળેલા બાળક પર કીડીઓ ફરી વળતાં તાત્કાલિક તેને પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયું હતું, જ્યાં તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના છાણી કેનાલ પાસે કોઈ અજાણી વ્યક્તિ એક નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. સવારે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતાં તેઓ બાળકને શોધવામાં લાગ્યા હતા. દરમિયાન તેમને કપડામાં વીંટાળેલું એક નવજાત બાળક મળ્યું. બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને એના કરડવાથી બાળક સતત રુદન કરતું હતું.

ફતેગંજ પોલીસનો કાફલો દોડી ગયો
નવજાત શિશુ જીવિત હતું, એને કોઈ અજાણયી સ્ત્રી કોઈ કારણોસર અસુરક્ષિત જગ્યાએ ત્યજીને જતી રહી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સાથે 108 એમ્બ્યુલન્સ પણ આવી જતાં બાળકને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યું હતું.

નવજાત બાળક મળતાં પોલીસને જાણ કરી, પોલીસે બાળકનાં માતા-પિતાની શોધખોળ શરૂ કરી.
નવજાત બાળક મળતાં પોલીસને જાણ કરી, પોલીસે બાળકનાં માતા-પિતાની શોધખોળ શરૂ કરી.

લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં
નવજાત શિશુના રડવાના અવાજને સાંભળી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. નવજાત બાળક મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફતેગંજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી તેનાં માતા-પિતાની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...