વડોદરામાં વિદ્યાર્થી ગુમ:'અબ મેં સક્સેસ હો જાઉંગા તભી વાપસ આઉંગા'- ચિઠ્ઠી લખી સાયકલ લઇ નિકળી ગયો

વડોદરા12 દિવસ પહેલા
બાપોદ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

શહેરના બાપોદ વિસ્તારમાંથી એક વિદ્યાર્થી તેના સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ચિઠ્ઠી લખી ગુમ થઇ ગયો છે. જે અંગે પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

વડોદરાના બાપોદ વિસ્તારમાં એક વિદ્યાર્થી બુધવારે સ્કૂલથી આવ્યા બાદ ઘરે સ્કૂલબેગ મુકી બહાર ગયો હતો. મોડે સુધી પણ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથધરી હતી. જો કે તે શહેરમાં સંબંધીઓને ત્યાં પણ ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે તપાસ કરતા જણાવા મળ્યું છે કે વિદ્યાર્થી સોસાયટીમાંથી સાયકલ લઇને બહાર નિકળતો સીસીટીવીમાં જોવા મળે છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ પત્તો નથી.

મુજે ઢૂંઢને કી કોશીશ મત કરના
વિદ્યાર્થીએ ઘર છોડતા પહેલા એક ચિઠ્ઠી પણ મુકી છે. જેમાં તેણે લખ્યું છે કે, મેરે પ્યારે મમ્મી પાપા મેને અબ તક ગલતિયા કી હૈ ઉસકે લિયે સૉરી. ઔર અબ સે મે કોઇ ગલતી નહીં કરુંગા ઔર મે મેરી મરજી સે ઘર છોડ કે જા રહા હું. ઉસમેં મેરે ઉપર કિસીને દબાવ નહીં ડાલા હૈ. ઔર મે અહીં ભી જાઉ આપ લોગ મુજે ઢૂંઢને કી કોશીશ મત કરના, મેં બહોત દૂર જા રહા હૂં. જબ મે મેરી લાઇફ મે સક્સેસ હો જાઉંગા તભી વાપીસ આઉંગા. મેરી આપસે યહી વીનતી હૈ કી અબ મુજે ઢૂંઢને કી કોશીશ મત કરના. આપકા બેટા.

બાપોદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વિદ્યાર્થીને શોધવા માટેની કવાયત હાથધરી છે.