મિશન રામ સેતુ:108 મંદિરોમાં લાઉડ સ્પીકર પર આરતી-હનુમાન ચાલીસા વાગશે, કાલા ઘોડા પંચમુખી મંદિરથી અભિયાન શરૂ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનાં 108 મંદિરમાં મિશન રામ સેતુ લાઉડ સ્પીકર અાપશે. સોમવારે કાલાઘોડા પંચમુખી હનુમાનજીના મંદિરે શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં લાઉડ સ્પીકર અપાયું હતું.મિશન રામ સેતુના દીપ અગ્રવાલે જણાવ્યું કે, મંદિરોને લાઉડ સ્પીકર આપવાનો ઉદ્દેશ્ય લોકો મંદિરે ગયા વગર ઘરે બેસીને સવાર-સાંજ આરતી અને હનુમાન ચાલીસાનો લાભ લઈ શકે છે.

જેના માટે આ અભિયાન શરૂ કરાયું છે. મોટું મંદિર હશે તો 2 લાઉડ સ્પીકર અને નાનું હશે તો 1 લાઉડ સ્પીકર અપાશે. 78 મંદિરોના રજિસ્ટ્રેશન આવ્યાં છે. શ્રાવણના પ્રથમ સોમવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકીના હસ્તે મંદિરને લાઉડ સ્પીકર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...