કેન્ડલ માર્ચ:લખીમપુર ઘટનાના વિરોધમાં આપ- કોંગ્રેસના દેખાવો,18ની અટકાયત

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખીમપુર ખીરીમાં ભાજપના મંત્રીના પુત્ર દ્વારા 8 ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા. યૂથ કોંગ્રેસ દ્વારા શહેરના ભગતસિંહ ચોક ખાતે બેનર્સ હાથમાં રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. - Divya Bhaskar
લખીમપુર ખીરીમાં ભાજપના મંત્રીના પુત્ર દ્વારા 8 ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા. યૂથ કોંગ્રેસ દ્વારા શહેરના ભગતસિંહ ચોક ખાતે બેનર્સ હાથમાં રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

લખિમપુર કિસાન નરસંહાર મા શહીદ કિસાનોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ શરૂ થતા પહેલા આપના કાર્યકરોની અટકાયત કરાઇ હતી. શહેર કોંગ્રેસ દ્વારા પણ ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ઉત્તર પ્રદેશના લખિમપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રીના નબીરા કાર ચડાવી દેવાની ઘટના ના પગલે 8 ખેડૂતોના મોત થયા હતા શહેરના સયાજીગંજ સરદાર પટેલ સ્ટેચ્યુ ડેરીડેન સર્કલ થી ન્યાયમંદિર શહીદ વીર ભગતસિંહ ચોક સુધી કેન્ડલ માર્ચ યાત્રા નું આયોજન કરાયું હતું જોકે યાત્રા શરૂ થાય તે પૂર્વે જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

પ્રમુખ પ્રતિમા પટેલ મહામંત્રી શીતલ ઉપાધ્યાય શહેર પ્રભારી વિરેન રામી જિલ્લા પ્રમુખ જયદીપસિંહ પ્રદેશ સહમંત્રી રાજુ અલવા ની ધરપકડ કરાઇ હતી આમ આદમી પાર્ટીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપ વ્યક્તિ વિરોધી પાર્ટી છે અમે કોઈ વિરોધ પ્રદર્શન નહોતા કરી રહ્યા પરંતુ શહિદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો જોકે તેમ છતાં પણ અટકાયતની કામગીરી કરીને આપખુદશાહી વલણ અપનાવ્યું છે.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ને પોલીસ દ્વારા ડીટેન કરવાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા પણ દેખાવો કરાયા હતા જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણા પ્રદર્શન માં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...