આપના સાવલીના ઉમેદવાર જાહેર:આમ આદમી પાર્ટીએ વિજયસિંહ ચાવડાને સાવલી બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં, ઘરે કાર્યકરોનો જમાવડો થયો

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી બેઠકના આપના ઉમેદવાર વિજયસિંહ ચાવડા - Divya Bhaskar
સાવલી બેઠકના આપના ઉમેદવાર વિજયસિંહ ચાવડા
  • વિજયસિંહ ચાવડા ખેતી અને ટ્રેકટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે

વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે વિજયસિંહ ચાવડા નામની જાહેરાત કરી છે. જેને લઈને તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમના ઘરે કાર્યકરોનો જમાવડો થઈ ગયો છે.

નાનકડા ગામમાં રહે છે આપના ઉમેદવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાની ગતિવિધિ તેજ કરી દીધી છે. આજે આમ આદમી પાર્ટીએ વિધાનસભાના ઉમેદવારોનું ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં સાવલી વિધાનસભા માટે વિજયસિંહ નરવતસિંહ ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના નાનકડા ગામ કેસરિયા પુરા ગામે રહેતા ખેડૂત પરિવારના દીકરા અને ગ્રેજ્યુએટ થયેલા 43 વર્ષીય વિજયસિંહ ચાવડાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. વિજયસિંહ ચાવડા ખેતી અને ટ્રેકટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમનું ગામ કેસરિયાપરા માત્ર 40 ઘરની વસ્તીનું ગામ છે અને અમરાપુરા પંચાયતનું પેટા પરું છે. આજે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમના સગા સંબંધીઓ તેમજ કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.

શા માટે આપમાં જોડાયા હતા?
ટેલિફોનિક વાતચીતમાં વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હું આ પહેલા કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો નહોતો, પરંતુ, છેલ્લા 6 વર્ષથી અરવિંદ કેજરીવાલની વિચારધારાથી આકર્ષિત થઈને આપ પાર્ટીમાં જોડાયો હતો અને મારા તાલુકામાં સૌ એટલા સુખી સંપન્ન નથી કે સૌના દિકરા-દીકરી એન્જિનિયર કે, ડોક્ટર બની શકે કેજરીવાલનું દિલ્હી મોડેલ ગુજરાતમાં સ્થપાય તો દિલ્હી જેવું મફત શિક્ષણ સૌને મળે અને કોઈ ગરીબનો દિકરો-દીકરી ફી વગર અધૂરું ભણતર ના રહે અને ગરીબોનું ભલું થાય તેમજ ખેડૂતોને મફત વીજળી અને કેજરીવાલે આપેલા તમામ વચનો પુરા કરવા તેમજ ગુજરાતમાં સરકાર રચવા તનતોડ મહેનત કરીશું અને ગુજરાતમાં માત્ર આપ પાર્ટી જ જીતવાની છે અને હાલ સમગ્ર રાજ્યની પ્રજા ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે માત્ર આમ આદમી પાર્ટીને જ જોઈ રહ્યા છે અને સમગ્ર દેશ ને કેજરીવાલ થી ખુબ જ આશા છે
(અહેવાલઃ વિમલ પટેલ, સાવલી)

અન્ય સમાચારો પણ છે...