તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી જઈ રહેલા ઝિમ્બાબ્વેના યુવકે ચાલુ ટ્રક પરથી ભૂસકો મારતાં તે હાઇવે પર પટકાયો હતો. આ સમયે પાછળથી આવેલું ભારદારી વાહન તેની પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવક પારુલ યુનિ. માં અભ્યાસ કરતો હતો અને તેની સાથે તેનો મિત્ર પણ હતો. વાડી પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઝિમ્બાબ્વેના મુટારેનો અને વડોદરાના ડભોઇ રોડ પર આવેલી અક્ષર સિટીમાં રહેતો 23 વર્ષનો બ્લેસિંગ બાયલે મ્યુચાંગવાસ પારુલ યુનિવર્સિટીમાં ઇન્ટ્રિગ્રેટેડ એલએલબીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
લોકડાઉનના કારણે વાહન ન હોવાથી ગઈ કાલે મોડી રાતે બ્લેસિંગ અને તેનો મિત્ર અનિશુ રેજી ગ્યુનાયુન આજવા ચોકડીથી ટ્રકની પાછળ લટકી કપુરાઈ ચોકડી આવી રહ્યા હતા. ટ્રક કપુરાઈ બ્રિજ પર થઈ આગળ જઈ રહી હોવાથી બ્લેસિંગે બ્રિજના છેડે ચાલુ ટ્રક પરથી કૂદકો માર્યો હતો. કૂદકો મારતાં તે હાઇવે પર પટકાયો હતો અને તે સમયે પાછળથી આવી રહેલા ભારદારી વાહનના ટાયર નીચે આવી ગયો હતો. આ બનાવમાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેના મિત્રે કપુરાઈની જગ્યાએ જાંબુઆ ચોકડી પર ઊતરી આ અંગે તેના મિત્રો અને પોલીસને જાણ કરી હતી. વાડી પોલીસ સ્થળ પર પહોંચી હતી સાથે પારુલ યુનિ. ના સંચાલકોને પોલીસે જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બ્લેસિંગ ઝિમ્બાબ્વેનો હોવાથી પારુલ યુિન.ના સંચાલકો એમ્બેસીના સંપર્કમાં છે.
પોલીસને ટ્રાન્સલેટરની મદદ લેવી પડી
મોતના બનાવમાં પોલીસે તેના મિત્ર અનિશુ સાથે વાતચીત કરી હતી. જોકે વાતચીતમાં પરેશાની થતાં પોલીસે તેની સાથે અને અન્ય લોકો સાથે વાતચીત કરવા ટ્રાન્સલેટરની મદદ લીધી હતી. ટ્રાન્સલેટરની મદદથી પોલીસે યુનિ.ના ડીન તથા ઝિમ્બાબ્વે રહેતા પરિજનોનો સંપર્ક કર્યો હતો.
બંને આજવા રોડથી ડભોઇ રોડ જતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર તેઓની પૂછપરછમાં અનિશુ ગ્યુનાયુન આજવા રોડ પરની શ્રી હરિ સોસાયટીમાં રહે છે અને અનિશુ અને બ્લેસિંગ મોડી રાતે ત્યાંથી નીકળી ડભોઇ રોડ સ્થિત બ્લેસિંગ જ્યાં રહેતો હતો ત્યાં અક્ષર સિટી જઈ રહ્યા હતા ત્યારે કપુરાઈ બ્રિજ નજીક અકસ્માત થયો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.