શહેરમાં જીવાદોરી ટૂંકાવ્યાના 4 બનાવ નોંધાયા છે. તે અંગે પોલીસે નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. વાઘોડિયા રોડના 44 વર્ષીય વ્યક્તિએ દેવું વધી જતા ખેતરમાં જઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, વાઘોડિયા રોડના 44 વર્ષીય પ્રિતેશભાઈ શાહ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.
3 દિવસ અગાઉ મોટર સાયકલ લઈ નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારે બાપોદ પોલીસ મથકમાં નોંધ કરાવ્યા બાદ પોલીસ તપાસમાં બાઈક બોડેલી પાસેથી કેનાલ નજીકથી મળ્યુ હતું. ગુરુવારે દેણા ચોકડી પાસેથી ખેતરમાં ઝાડ સાથે નાયલોનની દોરી સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે તેમનો મોબાઈલ ચાલુ કરતા પરિવારજનોના ફોન આવતા હકીકત બહાર આવી હતી.
અન્ય બનાવમાં ગોરવા વિસ્તારમાં રાજેશ ટાવર પાસે રહેતી 18 વર્ષની ખુશી તડવીની માતા લોકોના ઘરકામ કરી પરત આવ્યા બાદ તેને મોબાઈલમાં ગેમ રમતા જોઈ તેને ઠપકો આપતા કિડી મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં વાડી મોહમ્મદ તળાવ પાસે વૈભવ નગરમાં રહેતી 24 વર્ષીય જાગૃતીબેન ખાચેએ 4 તારીખે બેડરૂમમાં છત સાથે ગળાફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. ચોથા બનાવમાં ગોરવા વિસ્તારમાં શ્રી રામ પાર્ક સોસાયટીમાં રહેતા રાકેશ પટેલ 4 તારીખના રોજ રાત્રે તેમના મકાન સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યું હતું બનાવની જાણ થતા ગોરવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.