• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Young Man Working In A Night Market In Vadodara Repeatedly Raped Sagira, Who Was Working In A Nearby Shop, And A Quarrel Broke Out While She Was Pregnant.

દુષ્કર્મ:વડોદરાના રાત્રિ બજારમાં કામ કરતા યુવાને નજીકની જ દુકાનમાં કામ કરતી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલા રાત્રી બજારમાં કામ કરતા યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે - Divya Bhaskar
કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલા રાત્રી બજારમાં કામ કરતા યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
  • હવસખોર યુવાન સગીરાને 6 વખત અગલ-અલગ સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ

વડોદરાના વુડા સર્કલ પાસે આવેલા રાત્રિ બજારમાં આવેલી એક દુકાનમાં કામ કરતા યુવાને રાત્રિ બજારમાં જ આવેલી એક દુકાનમાં વાસણ ધોવા માટે આવતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવી સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની ગઇ હતી. આ દરમિયાન સગીરાએ પરિવારને જાણ કરતા પરિવારે હવસખોર યુવાન સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા રાત્રિ બજારમાં કામ કરવા આવતી
મળેલી માહિતી પ્રમાણે કારેલીબાગ વુડા સર્કલ પાસે રાત્રી બજાર આવેલું છે. આ રાત્રિ બજારમાં આવેલી એક દુકાનમાં મુકેશ ઉમેશ રાજપૂત (રહે. સંજય નગર, મૂળ રહે. પાણીપત, હરિયાણા) મજૂરીનું કામ કરે છે. મુકેશ જે દુકાનમાં કામ કરતો હતો તેની નજીકની અન્ય દુકાનમાં એક મહિલા વાસણ ધોવાનું કામ કરતી હતી.આ મહિલાના પરિવારની સાથે અવારનવાર એક સગીરા મદદમાં આવતી હતી. આ સગીરાને મુકેશ રાજપૂતે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.

હવસખોર યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી
પ્રેમ સબંધ બંધાયા બાદ મુકેશ તા.4 મેના રોજ સગીરાને પટાવી ભગાડીને ગયો હતો. જે બાદ તેને અલગ અલગ સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મુકેશે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. ગર્ભ રહી ગયા બાદ ગભરાયેલી સગીરાએ બનાવની જાણ પરિવારને જણાવી હતી. દરમિયાન સગીરાની મતાએ મુકેશ રાજપૂત વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે રાત્રિ બજારમાં ચકચાર જગાવી મુકી છે.

હરણી પોલીસે આરોપીની અટકાયત કરી
હરણી પોલીસે મુકેશ રાજપુત સામે સગીરાને ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હવસખોર મુકેશ રાજપૂતની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી. આ સાથે તેને મેડિકલ તથા કોરોના ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવા સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરી ડિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ આરોપી આ યુવતીને પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની બાબત પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવી છે.