તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનની ટક્કરે મોત:આજવા ચોકડી બ્રિજ ઉપર વાહનની ટક્કરે યુવકનું મોત, સમાના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • યુવક વાઘોડિયા રોડ પર મિસ્ત્રી કામ કરતો હતો

આજવા ચોકડી પાસેના બ્રિજ પર સુરતના બાઇકસવાર યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું હતું.મૂળ સુરતના વરાછા રોડ પરના ભક્તિનગરમાં રહેતો અને હાલમાં સમાના અભિલાષા ચાર રસ્તા પાસેના કેનાલ રોડ પર આવેલી શ્યામવાટિકા સોસાયટીમાં પોતાના કુટુંબ સાથે રહેતો હરેશ ઉકા પ્રજાપતિ (ઉવ.30) બપોરે પોતાની બાઇક પર ઘરે જમવા જઇ રહ્યો હતો. દરમિયાન આજવા ચોકડી પરના બ્રિજ પર અજાણ્યા વાહને તેની બાઇકને ટક્કર મારી હતી અને તેના શરીર પર વાહન ચઢાવી દેતાં માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ તે વાઘોડિયા રોડ પાસે મિસ્ત્રી કામ કરતો હતો અને બપોરે જમવા ઘરે પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. તેના ખિસ્સામાંથી મળી આવેલા ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે તેની ઓળખ થતાં સુરત તેના ભાઇને અને વડોદરામાં રહેતી તેની પત્નીને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.બનાવના સંબંધમાં પોલીસે વિવિધ લોકોની પુછપરછ શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો