• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Young Man Was Dragged Into The Dhadhar River Near Padra In Vadodara By A Crocodile, The Crocodile Dragged The Dead Body For 2 Hours In The River.

કાળજુ કંપાવી દે તેવા LIVE દ્રશ્યો:વડોદરાના પાદરા પાસે ઢાઢર નદીમાં પગ લપસતા મગર યુવાનને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક સુધી નદીમાં ફરતો રહ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • યુવાને બચવા માટે ખૂબ પ્રયાસો કર્યાં પણ છેવટે જીવ ગુમાવ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એક યુવાનનો પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો હતો. યુવાને મગરની ચૂંગાલમાંથી બચવાના ખૂબ પ્રયાસો કર્યાં હતા પણ તેને છેવટે જીવ ગુમાવ્યો હતો. અને સતત બે કલાક સુધી મગર નદીમાં યુવાનના મૃતદેહને લઈને ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તેનો વીડિયો ઉતારીને વાઇરલ કર્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ મૃતદેહ આખરે નદીમાંથી મળ્યો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

મગરના હુમલામાં યુવાને જીવ ગુમાવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુના રહેવાસી ઇમરાન દીવાન (ઉ.30) મજૂરી કામ કરે છે. ઇમરાન કોઈક કામથી ઢાઢર નદીના કિનારે ગયો હતો. આ સમયે યુવાનનો પગ અચાનક જ લપસી ગયો હતો. જેથી તે નદીમાં પડી ગયો હતો. આ સમયે નદીમાં રહેલા મગરે યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં યુવાનનું મોત થયું હતું. જોકે યુવાનના મોત બાદ પણ મગર તેના મૃતદેહને લઈને નદીમાં 2 કલાક સુધી ફરતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનો ટોળા જામ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.

મૃતક યુવાન ઇમરાન દીવાનની ફાઇલ તસવીર
મૃતક યુવાન ઇમરાન દીવાનની ફાઇલ તસવીર

અગાઉ દેવ નદીમાં કિશોરીને મગર ખેંચી ગયો હતો
તાજેતરમાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામે તાજેતરમાં જ એક કિશોરીને મગર દેવ નદીના કિનારેથી ખેંચી ગયો હતો. વડોદરાથી ફાયરબ્રિગેડની ટીમે બે દિવસ બાદ ઉંચા ઘાસમાંથી કિશોરીનો મૃતદેહ કાઢ્યો હતો. ગ્રામજનોના કહેવા મુજબ, દેવ નદીના કાંઠે આવેલુ ભાગ્યે જ એવું કોઇ ગામ છે, જ્યાં મગરે કોઇને શિકાર બનાવ્યો ન હોય. એક અંદાજ પ્રમાણે દેવ નદીમાં 50 જેટલા મગર છે.

મૃતદેહને લઈને મગર 2 કલાક સુધી નદીમાં ફરતો રહ્યો હતો.
મૃતદેહને લઈને મગર 2 કલાક સુધી નદીમાં ફરતો રહ્યો હતો.

વડોદરા શહેર અને જિલ્લામાં 1000 મગર
વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે 1000 મગર છે. એક માદા મગર 20થી 22 ઇંડા મુકે છે. જેમાંથી સમય જતાં માત્ર એકાદ બચ્ચું જીવે છે.

ઘટનાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનો ટોળા ઉમટ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ નદી કિનારે ગ્રામજનો ટોળા ઉમટ્યા હતા.

નદી કિનારે શું સાવચેતી રાખવી?

  • નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં
  • કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી
  • નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા
  • નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું
  • ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું
  • વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
મગરના હુમલામાં યુવાને જીવ ગુમાવ્યો હતો.
મગરના હુમલામાં યુવાને જીવ ગુમાવ્યો હતો.

આ છે મગરના હુમલા પાછળનું કારણ

  • મગર પાણીમાં હોય, ત્યારે આંખ પર ગ્લેન્સ નાખે છે
  • આનાથી મગરની વિઝિબિલિટી 70 ટકા ઘટી જાય
  • મગર પાણીમાં ઉઠતા તરંગો થકી શિકાર નક્કી કરે
  • કોઈ કપડા ધોવે ત્યારે મગરને લાગે કે, શિકાર આવ્યો
  • શિકાર સમજીને જ મગર માણસ પર હુમલો કરે છે
અન્ય સમાચારો પણ છે...