ગોત્રીમાં શ્રમજીવી બચત કરેલા રૂપિયા બેંકના એકાઉન્ટમાં જમા કરાવવા જતો હતો. દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને પર્સ પડી ગયું હોવાનું કહીને ચાકું મારીને 16 હજાર લૂંટીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
સયાજીગંજની હૈદરભાઈની ચાલમાં રહેતા છોટેલાલ રામલખન ગુપ્તા પથ્થર ઘસવાનું કામ કરે છે. તેઓએ બચાવેલા રૂા.16 હજાર ગુરુવારે બેંક એકાઉન્ટમાં મૂકવા માટે સાઈકલ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન ઊર્મિ ચાર રસ્તા પાસે આવેલી ગોખલેબાગ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક એક્ટિવા ચાલક આવ્યો હતો અને તેણે છોટેલાલને કહ્યું હતું કે, તમારું પર્સ પડી ગયું છે.
જેને પગલે છોટેલાલે ખિસ્સાંં તપાસતાં પર્સ ખિસ્સામાં હતું અને તેમણે પર્સ બતાવ્યું હતું. જેથી એક્ટિવા ચાલકે કહ્યું હતું કે, આ નહીં તેમ કહીને જે ખિસ્સામાં પૈસા હતા તેમાં હાથ નાખીને પૈસા કાઢી લીધા હતા. છોટેલાલે પૈસા કેમ લઈ લીધા તેમ પૂછતાં એક્ટિવા ચાલક પેટના ભાગમાં ચપ્પુ મારીને ભાગી ગયો હતો. ત્યારબાદ તેઓએ 100 નંબર પર ફોન કરીને પોતાની સાથે બનેલી લૂંટની ફરિયાદ ગોત્રી પોલીસમાં કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ખાલીદ ઈકબાલ હુસેન મલિક (રહે-નાગરવાડા) ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.