તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ફતેગંજના યુવકની ભેદી સંજોગોમાં વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પૂજન ભટ્ઠ નદી પાસે ચશ્માં, ચંપલ અને માસ્ક મુકીને કુદયો હતો,ફાયર બ્રિગેડના જવાનોએ તેના મૃતદેહને બહાર કાઢયો હતો. - Divya Bhaskar
પૂજન ભટ્ઠ નદી પાસે ચશ્માં, ચંપલ અને માસ્ક મુકીને કુદયો હતો,ફાયર બ્રિગેડના જવાનોએ તેના મૃતદેહને બહાર કાઢયો હતો.
 • કાલાઘોડા પાસેથી મૃતકના એક્ટિવા, ચશ્માં, ચંપલ અને માસ્ક મળ્યા
 • યુવક ખાનગી કંપનીના એચ.આર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો

વડોદરામાં શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 24 વર્ષના યુવકે ધુળેટીના દિવસે મળસ્કે કાલાઘોડા બ્રિજ પરથી કૂદકો મારી મોતને હવાલે કર્યું હતું. યુવક સ્થળ પર પહોંચી એક્ટિવા સહિતનો સામાન નદીના પગથિયાં પર મૂકી પાણીમાં કૂદી આપઘાત કર્યો હતો. રાવપુરા પોલીસે યુવકનો મોબાઈલ કબ્જે લઈ, કોલ ડિટેઇલ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ફતેગંજ સદરબજાર નજીક દિપકનગરમાં 24 વર્ષનો પૂજન અનિલ ભટ્ટ રહેતો હતો. તે રેસકોર્સ રોડ પર આવેલી ખાનગી કંપનીમાં એચ.આર ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તેના પરિવારમાં માતાપિતા અને બહેનો છે. ધુળેટીના દિવસે વહેલી સવારે પૂજન તેનું સ્કૂટર લઈ કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર પહોંચ્યો હતો. જયા તેણે સ્કૂટરને નદીના દાદર પર પાર્ક કર્યુ હતું. તદુપરાંત તેને ચશ્મા, માસ્ક અને ચંપલ પણ બાજુ પર મૂકી નદીના પાણીમાં કૂદકો લગાવ્યો હતો. ઘટનાની માહિતી પોલીસ અને ફાયર બ્રિગેડને મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે નદીમાં મગરોના ભય વચ્ચે બોટ ઉતારી પૂજનને શોધખોળ શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસની હાજરી જોઈ મોટી સંખ્યામાં લોકટોળા બ્રિજ પર ઉમટી પડ્યા હતા. બનાવ અંગે પૂજનના મિત્રો અને તેના પરિવારજનોને માહિતી મળતા તેઓ પણ કાલાઘોડા બ્રિજ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ફાયરબ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ પૂજનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. રાવપુરા પોલીસે મૃતદેહને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસને પાણીમાંથી પૂજનનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જોકે મોબાઈલ પાણીમાં પડવાથી તે બંધ હાલતમાં જણાતા તેને પોલીસે કબ્જે લઈ રીપેરીંગ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછ કરી હતી.પોલીસે પૂજનના પરિવારજનોની પૂછપરછ કરતા તે શાંત સ્વભાવનો હતો. જોકે તેણે ક્યાં કારણસર આ પગલું ભર્યુ છે તે જાણી શકાયુ નથી. રાવપુરા પોલીસે મોબાઈલ ફોનના કોલ ડિટેલ મેળવવા સાથે સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.બનાવ અંગે પોલીસે વિવિધ લોકોની પણ પુછતાછ કરી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ હિંમત કરી મગરો વચ્ચે ઝંપલાવ્યું અને બે કલાક બાદ લાશ મળી
અમે શરૂઆતમાં બ્રિજ નીચે પહોંચ્યા ત્યાં સંખ્યાબંધ મગરોને જોઈને ક્ષણિક ભય લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ અમે સાહસ કરી નદીમાં બોટ ઉતારી અને બિલાડીની મદદથી શોધખોળ શરૂ કરી હતી. શોધખોના અંતે અંદાજિત બે કલાક બાદ બ્રિજથી 50થી 60 ફૂટ દૂર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ર > કિશોર પાટીલ, ફાયર લાશ્કર, દાંડિયાબજાર ફાયર બ્રિગેડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો