વડોદરા નજીક આવેલ વાઘોડિયાના માધવનગરમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં સફાઇકામદાર જશુબેન ચાવડાના પુત્ર વિનયે ગત 6 ડિસેમ્બરના રોજ માતા સાથે ઝઘડો કર્યો હતો. જેથી માતા જશુબેને પોલીસ કંટ્રોલમાં ફોન કરી પુત્ર વિનયે પકડાવી દીધો હતો. દરમિયાન 8 ડિસેમ્બરના રોજ તે જામીન પર મુક્ત થઇ ચાલતા ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. જેથી વિનયના મૃતદેહને જરોદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી વાઘોડિયા પોલીસ તપાસ હાથધરી છે.
ગોત્રીમાં કારની ટક્કરે મહિલાનું મોત
શહેરના છાણી દુમાડ રોડ પર આવેલ મારુતિ હાઇટ્સમાં રહેતા આધેડ મહિલા મીનાબેન બારિયા ગદાપુરા જૈન મંદિરની પાસેથી ટુ-વ્હિલર લઇ પસાર થતાં હતા. આ દરમિયાન કાર (GJ 06 JM 4471)ના ચાલકે તેમને ટક્કર મારી હતી. તેમજ કાર મહિલા પરથી પસાર થઇ ગઇ હતી. જેથી ગંભીર રીતે ઘાયલ મહિલાએ પોતાના પુત્ર ધવલને ફોન કરીને કહ્યું હતું તેમને એક કાર ચાલકે ટક્કર મારતા આખા શરીરે ગંભીર ઇજાઓ થઇ છે અને 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જઇ રહ્યા છે. જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત નિપજ્યું હતું. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.