સુશેન ચાર રસ્તા પાસે બાઇક ચાલક યુવકને ટ્રેલરે અડફેટે લીધો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકને સયાજી હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થતાં તેના કાકાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડસર તળાવના બાજુમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં રહેતા કીર્તન મિસ્ત્રી 15 નવેમ્બરની સાંજે નોકરીથી છૂટીને બાઇક પર ઘરે આવી રહ્યા હતા. દરમિયાન ડેરી ત્રણ રસ્તાથી સુશેન ચાર રસ્તા તરફ જતા રોડ પર પુરઝડપે જતા ટ્રેલરે તેમને અડફેટમાં લીધા હતા. જેના કારણે તેમને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ ખાતે રિફર કરાયા હતા.જ્યાં 27 નવેમ્બરે કીર્તન મિસ્ત્રીનું મોત થયું હતું. પરિવાર કીર્તનની ઉત્તર ક્રિયામાં વ્યસ્ત હોવાથી તેના કાકા સુધીર મિસ્ત્રીએ 31 ડિસેમ્બરે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.