તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના સયાજીપુરા ગામમાં રહેતા સલાટ પરિવારને વાઘોડિયા તાલુકાના રવાલ ગામ નજીક અકસ્માત નડતાં મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા 3 બનાવમાં 3 લોકોનાં મોત નિપજયા હતા.સયાજીપુરા વિસ્તારમાં રહેતો અબ્દુલ સતાર સલાટ ગત 4થી તારીખે મિત્ર મેહુલ નાયકની કાર લઈ કાકા મહંમદ હનીફ ફતે મહંમદ સલાટ, બહેન રિઝવાના, પત્ની અફસાનાબાનુ, બનેવી અશરફઅલી સલાટ સાથે રાજસ્થાનમાં સાળાના લગ્નમાં ગયા હતા. જ્યાંથી તેઓ સોમવારે પરત આવતાં હતાં ત્યારે વાઘોડિયાના રવાલ ગામ પાસે નીલકંઠ હોટલ સામે એક ટ્રેક્ટરે તેઓની કારને ટક્કર મારતાં રિઝવાના અને અન્ય 3 લોકોને પણ ઇજા પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં હાજર તબીબોએ રિઝવાનાબેનને મૃત જાહેર કર્યાં હતાં.અકસ્માતના બીજા બનાવમાંજીઆઇડીસી કોલોનીમાં રહેતા અજયભાઈ દેસાઈના પિતા રુદ્રકાંત મુકુંદલાલ દેસાઈ સોમવારે સાંજે સાઇકલ લઈ વડસર બ્રિજ પાસે દુર્ગા હોટલ પાસે રિક્ષા ચાલકે તેઓને ટક્કર મારતાં થતાં અજયભાઈ તાત્કાલિક તેમના પિતાજીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જતાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતના ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના જહદરના 38 વર્ષના વૈદપ્રકાશ ચતુર્વેદી વાપી ખાતે નોકરી માટે જવાનું હોવાથી મિત્ર અજિતસિંગ રાજપૂત-દાદુસિંગ રાજપૂત સાથે પોર નજીક હાઇવે પર રસ્તો ઓળંગતી વખતે ટ્રકે વૈદપ્રકાશ ચતુર્વેદીને ટક્કર મારતાં ઘાયલ વૈદપ્રકાશનું સયાજીમાં મોત થયું હતું.
દુમાડ ચોકડી નજીક બસે ટક્કર મારતાં આધેડનું મોત:બસ ચાલકની ધરપકડ
છાણી કેનાલ રોડ પર સાલમનેગટ નામની સોસાયટીમાં રહેતા, ફર્નિચર બનાવવાનું કામ કરતાં ગોરધનભાઈ યાદવ ઘર પાસે આવેલી સાઈટ પરથી તેઓ સામાન લઈ ઘરે જઈ રહ્યા હતા તે સમયે દુમાડ ચોકડી નજીક બેંગ્લોરથી આવતી બસે ગોરધનભાઇને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.પોલીસે બસ ચાલક કર્ણાટકના અહેમદ ઇમામ હુસેન શેખની અટક કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.