દારૂડિયા પતિને પકડાવ્યો:વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું: 'સાહેબ મારો પતિ દારૂ પી મને માર મારે છે'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાપોદ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
બાપોદ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાએ દારૂ પી માર મારતા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઝડપાવી દીધાની ઘટના સામે આવી છે.

મહિલાએ ફોન કરતા પોલીસ પહોંચી
વડોદરાના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ ગત રાત્રે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે, સાહેબ ન્યુ વીઆઇપી રોડ ખોડિયારનગર ત્રણ રસ્તા વ્રજધામ સોસાયટી સામે મારો પતિ દારૂ પીને મને માર મારે છે. જેથી બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આરોપીની ધરપકડ
મહિલાના દારૂડિયા પતિ દિનેશભાઇ સોમાભાઇ ડાભી (રહે. ખોડિયારનગર, વડોદરા)ને નાશાની હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે દિનશભાઇ ડાભી સામે પ્રોહિબિશનની કલમો હેઠળ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...