રોગચાળો:વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ઝાડ ઉલ્ટીથી એક મહિલાનું સયાજી હોસ્પિટલમાં મોત

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર)
  • તાજેતરમાં પાણીગેટ વિસ્તારમાં કોલેરાથી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ઝાડ ઉલ્ટીથી પીડિત એક મહિલાનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં પાણીગેટ વિસ્તારમાં કોલેરાથી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ગણતરીના દિવસોમાં જ ઝાડા-ઉલટીની બીમારીથી પીડિત એક મહિલાનું મોત નીપજતાં તંત્ર દોડતું થયું છે.

સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતો પાણીજન્ય રોગચાળો છેલ્લા કેટલાક દિવસોથી શિયાળામાં દેખાઈ રહ્યો છે. દિનપ્રતિદિન આ કેસમાં દર્દીઓનો ગ્રાફ વધતા અનેક દર્દીઓ અને વિસ્તારોનો ઉમેરો થઈ રહ્યો છે. ઘણા લોકો પાણીજન્ય રોગની અસરના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક મહિલા મોતના ખપ્પરમાં હોમાતા તંત્ર દ્વારા વાઘોડિયા રોડ વિસ્તારમાં પાણીના સેમ્પલો લેવાની શરૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વાઘોડિયા રોડના વૈકુંઠ નજીક આવેલ એક ફ્લેટમાં રહેતી 58 વર્ષીય મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઊલટીની ફરિયાદના કારણે બિમાર પડી હતી. તેની તબિયત લથડતા તેને સયાજી હોસ્પિટલના એક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાનું ટૂંકી તબીબી સારવાર મોત નીપજ્યું હતું. તબીબે જણાવ્યું હતું કે, ઝાડા, ઉલ્ટી અંતર્ગત દાખલ મહિલાના અલગ અલગ રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન સયાજી હોસ્પિટલ ખાતે મહિલાનું મરણ થતા અસરગ્રસ્ત વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની શક્યતાઓ વધી ગઈ છે.

વાઘોડિયા રોડ વૈકુંઠ નજીક ફ્લેટમાં રહેતી મહિલાનું ઝાડા-ઉલટીના કારણે મોત નીપજતાં પાલિકાના એન્જિનિયરિંગ વિભાગે પણ હવે વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠની આસપાસના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીના સેમ્પલો લઈ તથા જરૂર જણાય ત્યાં સુવેઝનું કોન્ટામિનેશન થતું હોય તો તે તાત્કાલિક બંધ કરી લોકહિતના પગલા લે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ઝાડા-ઉલટીના કારણે મહિલાનું મોત નીપજતાં વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...