તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:લોકડાઉનના ચુ્સ્તપણે અમલ માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો

ગોધરા , પંચમહાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં જાહેરનામાંનો ભંગ કરનારના ફોટો પાડી સરનામાં સાથે મોકલવા જણાવાયું
  • ગોધરામાં સર્વેલન્સમાં 8 લોકો ડ્રોન કેમેરામાં કેદ

ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં લોકડાઉનની અમલારી ચુ્સત પણે કરવા પોલીસે તમામ રસ્તે બેરીકેડ મુકીને સઘન ચેકીંગ કરી રહી છે. મુખ્ય રસ્તાઓ પર લોકો લટાર મારવા નિકળે કે પછી ક્રિકેટ રમતાં યુવાનો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. પણ નાની ગલીઓ અને સોસાયટીમાં લોકો ટોળાં વળીને બેસીને કોરોના અટકાવવાના લોકડાઉન અને કલમ 144 નો ભંગ કરી રહ્યા છે. જેને લઇને જિલ્લા પોલીસવડાએ ડ્રોન દ્વારા શહેર પર નિગરાણી કરી રહ્યા છે. ત્યારે નાની ગલીઓ અને સોસાયટી સહિત પંચમહાલ જિલ્લાના કોઇ પણ સ્થળે પાંચ કે વધુ વ્યક્તિઓ બહાર નીકળે, હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ વ્યક્તિ જો બહાર ફરતો દેખાય તથા આવશ્યક ચીજ વસ્તુ સિવાયની દુકાન ખુલ્લી જોવા મળે તો પોલીસ દ્વારા જાહેર કરેલા વોટ્સઅપ નંબર 8469873269 પર સ્થળ મોકલી આપવા જણાવ્યું છે.

ગોધરામાં સર્વેલન્સમાં 8 લોકો ડ્રોન કેમેરામાં કેદ
કોરોનાવાઇરસને લઇને લોકડાઉન અને 144 મી કલમનું જાહેરનામું બહાર પાડીને લોકડાઉનનું ચુ્સ્ત પણે અમલવારી પોલીસ કરાવી રહ્યા છે. ત્યારે ગોધરામાં દુકાનોમાં પાન બીડીનું વેચાણ કરીને ભીડ એકઠી કરતાં  તથા જાહેર જગ્યાએ ભેગા થઇને અધીક મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ 25 ઇસમોને અટક કરીને કાર્યવાહી કરી હતી. નગરજનો લટારવા અને બિન જરૂરી બહાર નીકળતાં હોવાથી પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ રવિવારથી શરૂ કર્યું હતું. ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને જાહેરનામાનો ભંગ કરનાર 8 વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...