તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અનેક પોલીસીથી થતા ફાયદાઓની મહિતી આપતો વેબિનાર યોજાયો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ICSI અને કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા બરોડા ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે

ICSI WIRCના વડોદરા ચેપ્ટરના અને બરોડા ચેપ્ટરના કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારમાં વક્તા તરીકે ડીસ્ટ્રિ્ક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરના જોઇન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી અને જનરલ મેનેજર હિમાંશુ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારની વિવિધ નીતિઓ અને વ્યાજ સબસિડી, કેપિટલ સબસિડીઝ, લોન સબસિડી વગેરે દ્વારા વિવિધ સ્તરે પૂરા પાડવામાં આવતી સહાયની જાણકારી આપી. ICSI WIRCના વડોદરા ચેપ્ટરના અધ્યક્ષ સી.એસ.હિમાંશુ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.CMA મિહિર વ્યાસ એ જણાવ્યું હતું કે આજના નવા પ્રેક્ટિસિંગ કોસ્ટ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સૅક્રેટરીને પણ ઇન્ડસટ્રી પોલિસીમાં સબસિડી મળે છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર સબસિડી મળી શકે છે. વાજપાઇ બેન્કેબલ યોજન રાજ્ય સરકારની સ્કિમમાં ફાઇનાન્શિલ સર્વિસીસમાં સંકળાયેલા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો