શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાએ રૂ. 1.79 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો છે. જેનું 22મીએ લોકાર્પણ થવાની શકયતા છે. જ્યારે તરસાલીથી બરોડા ડેરી સુધી સામ સામે રૂ. 2.86 કરોડના ખર્ચે વોકિંગ ટ્રેક બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે ઓએનજીસી તરફ કાંસ હોવાથી અંદાજીત રૂ.2 કરોડ ખર્ચી વોકિંગ ટ્રેક બનાવાશે. વડોદરાના તરસાલી રોડ પર પાલિકાએ નાગરિકો માટે વોકિંગ ટ્રેક બનાવવાનું નક્કી કર્યુ છે. તરસાલીથી ડેરી સુધીના રોડ પર સવારે અને સાંજે સ્થાનિક લોકો વોકિંગ કરવા માટે નીકળતા હોય છે. ત્યારે પેવર બ્લોકથી ફૂટપાથ બનાવશે.
જોકે અધિકારીઓનું કહેવું છે કે આ રોડ પર તરસાલી જંકશનથી આર્મી કેમ્પ સુધી અને સામે તરસાલી જીઈબી સ્ટેશનથી આઈટીઆઈ રોડ પર શાંતિનગર સુધી પહેલા ફેઝમાં વોકિંગ ટ્રેક બનાવવા રૂ. 2.86 કરોડનો ખર્ચ થશે. જ્યારે આર્મી કેમ્પથી ડેરી સુધી અને સામે ડેરીથી તરસાલી કાંસ પર સ્લેબ ભર્યા બાદ શાંતિનગર સુધી ટ્રેક બનાવાશે.
જેના ટેન્ડરમાં બે કોન્ટ્રાકટરે અંદાજીત ભાવ રૂ. 2.67 કરોડની સામે 6.84 ટકા અને 11.63 ટકા વધુ ભાવ ભર્યા હતા. જેમાં 6.84 ટકા વધુ ભાવ ભરનાર કોન્ટ્રાકટરને કામ સોંપવા સ્થાયીમાં દરખાસ્ત મુકાઇ છે. પૂર્વ વિસ્તારમાં રૂ.1.79 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવ્યો છે. જેમાં ઘણી જગ્યાએ દબાણો છે. જે દૂર કરી આગામી 22મી માર્ચે તેનું લોકાર્પણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.