અકસ્માત:માંજલપુરમાં કૂતરું આડે આવતાં ટૂ વ્હીલર સવાર યુવક ઘાયલ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંજલપુરમાં કૂતરું આડું આવતાં એક્ટિવા સ્લિપ થતાં યુવક ઘાયલ થયો હતો. પ્રતાપનગર દંતેશ્વરની સત્યનારાયણ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય રવિન્દ્રસિંહ પરમાર 9 તારીખે સાંજે મકરપુરા જીઆઈડીસીમાં કંપનીમાંથી છૂટીને પોતાના મિત્ર સાથે એક્ટિવા બેસી ઘરે જઈ રહ્યા હતા.

દરમિયાન અચાનક કૂતરું ડિવાઇડર કૂદીને રોડ પર આવતાં અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા સ્લિપ થતાં રવિન્દ્રસિંહના કપાળના ભાગે અને શરીરમાં પહોંચી હતી, તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...