બુટલેગરનો નવો કીમિયો:વડોદરામાં સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, કરજણ ટોલનાકા પાસેથી રૂ.19.47 લાખનો જથ્થો કબ્જે

વડોદરા3 દિવસ પહેલા
વિદેશી દારૂનો જથ્થો જપ્ત
  • વિદેશી દારૂનો જથ્થો હરીયાણાથી લવાયો હતો

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી શરાબ ભરીને વડોદરા જિલ્લાની હદમાંથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી છે. ટ્રકમાં તપાસ કરતાં રૂપિયા 19.47 લાખની કિમતનો દારુ મળી આવ્યો હતો. પોલીસે 341 પેટી વિદેશી શરાબ મળીને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે કરી, ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સફેદ પાવડરની આડમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ જવાન ભુપતભાઈ અને વિનોદભાઈને બાતલી મળી હતી કે કરજણ ટોલનાકા પાસેથી હરિયાણા પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો પસાર થનાર છે. જે બાતમીના આધારે કન્ટેનર રોકતા કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓ ભરેલી મળી આવી હતી. પાવડરના થેલા ખસેડતા પાછળના ભાગે વિદેશી શરાબની 341 પેટી જણાઈ આવી હતી.

ટ્રક ચાલક અને ક્લિનરની ધરપકડ
પોલીસે સફેદ પાવડરની આડમાં લઈ જવાતા કુલ 19.47 લાખના વિદેશી શરાબનો જથ્થો તેમજ કન્ટેનર મળી રૂપિયા 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને ટ્રક ચાલક શિવનારાયણ ઠાકોર તેમજ ચંદ્રપાલ ચૌહાણ (મૂળ રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી. આ શરાબનો જથ્થો કોણે મોકલાવ્યો તેમજ કોણે ડિલિવર કરવાનો હતો તે અંગે કરજણ પોલીસને વધુ તપાસ સોંપવામાં આવી છે.

તહેવારો શરૂ થતાં દારૂની હેરાફેરી વધી
ઉલ્લેખનીય છે કે, કરજણ પોલીસે પણ બાતમીના આધારે રૂપિયા 5 લાખ ઉપરાંતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શરૂ થયેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરી વધી ગઇ છે. જોકે પોલીસ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. અને હાઇવે ઉપરથી પસાર થતાં વાહનો ઉપર બાજ નજર ગોઠવી દીધી